________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
•.૬૫
૬૭
...૬૮
•..૭૦
સંખ્ય અસંખ્યા એકઈ શમઈ, ઉપજઈ મર્ણ કરઈનિ ભાઈ; આઉ કહું દિન ઉગણપચાસ, યોનિ લાખો ભાખું તાસ. વેદનપૂસક તેહનિ કહઈ, કાયસ્થતિ સંખ્યા ભવ રહઈ; સમકીત ધર્મન પામઈ કદા,તેહ જીવ મિથ્યાત્વી સદા. .૬૬ ભમતાં જીવ ચરિંદ્રી થયો, કાલ કેટલો તેહમાં ગયો; ભમરા ભમરી માખી તીડ, ડસ મસામાં પામ્યા પીડ. ષટ મહીનાનું તેહનું આય, યોન લાખ દો ત્યાહાં કહઈવાય; સંખ્ય અસંખ્યા એકઈ શમિ, ઉપજઈ મર્ણ કરઈનિ ભમઈ. વેદ નપુસંક તેનિ સરિ, કાયસ્થતિ ભવ સંખ્યા કરઈ; મીથ્યાતમાં મૂકાણા ત્યાતિ, સમકિત ધર્મ તે પાંઈ ક્યાંહિ. ..૬૯ કરમિં વલી પંચેઢી થયો, પસુતણી તૂ યોનિ ગયો; ભુખ તરસ ત્યાહાં વેઠી બહુ, જ્ઞાનવંત તે જાણઈ સહું. વાનર વાઘ સસલા કુત્યરા, ચીતર માંજારી ઉંધરો; અજા હર્ણ તણી ગતિ લહી, મંશ કાજ્ય માણો. ...૭૧ ત્રીજંચ લહઈ ચોગત્યની વાટ, કાયસ્થતિ ભવ સત્તમ આઠ; સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરઈ નઈ ભગઈ. ૭ર ત્રણ્ય પલ્યોપમ જેહનું આય, સમીકીત વન ભવ આલિં જાય;
ત્રીજંચ ગત્યમાં સમકિત હોય, ણાયક સમીત ન લઈ કોય ૭૩ અર્થ: બાદર નિગોદમાં પ્રવેશેલા જીવને વ્યવહારરાશિનો જીવ કહેવાય છે. ત્યાંનું આયુષ્ય અંતમુહૂર્ત છે. ત્યાં જીવ જન્મ-મરણમાં દુઃખ ભોગવે છે. (આ પ્રમાણે) મિથ્યાત્વમાં સમય પસાર કરે છે...૫૧
ગાજર, મૂળા, કંદમાં સદા એક શરીરમાં અનંતા જીવ રહે છે. જિનેશ્વર દેવ કહે છે કે તેઓ ઘણું કષ્ટ - દુઃખ ભોગવે છે. તેઓ એકજ કાયમાં રહી કષ્ટ ભોગવે છે...પર
અનંતકાય (નિગોદ)માં જીવ અનંત ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ પસાર કરે છે. આ લાંબા કાળ દરમ્યાન જીવ મિથ્યાત્વી હોય છે ...૧૩
અનંત કાળમાં જીવને ક્ષણવાર પણ સમકિત પ્રાપ્ત ન થાય. અકામ નિર્જરા (પરાધીનપણે સહન કરવું) અને કાયકલેશ (દેહનું કષ્ટ સહન) કરી કર્મની લઘુતાથી જીવ અનંત કાયમાંથી બહાર આવી પ્રત્યેક વનસ્પતિમાં જાય...૫૪
પ્રત્યેક વનસ્પતિનું આયુષ્ય દશ હજાર વર્ષનું છે. તે એક સ્થાનમાં સાત ભવ રહે છે. પછી તે પૃથ્વીકાયમાં ગયો. ત્યાં બાવીસ હજાર વર્ષનું આયુષ્ય (સમ્યકત્વ વિના) વ્યર્થ ગુમાવ્યું...૫૫