________________
૫૩૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
અભયદાન-સુપાત્રદાન–અનુકંપાદાન-ઉચિતદાનને કીર્તિદાન–આ પાંચ પ્રકારનાં દાનમાંથી બે દાનવડે મોલ હ્યો છે અને પાછલનાં ત્રણ દાન ભોગ આદિને આપે છે.
सत्पात्रं महती श्रद्धा काले देयं यथोचितम्। धर्मसाधनसामग्री बहुपुण्यैरवाप्यते॥
ઉત્તમપાત્ર–મોટી શ્રદ્ધા-યોગ્ય કાલે યથોચિત આપવું ને ધર્મસાધનસામગ્રી ઘણા પુણ્યવર્ડ પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે સાંભળીને લ્હીનો પુત્ર ઈચ્છા મુજબ દાન આપતો પોતાની પૃથ્વીને નિચ્ચે દેવારહિત કરશે. એક વખત લ્કીપુત્ર દત્તરાજા સવારે સભાની અંદર બેઠો હતો ત્યારે એક કવિ આવીને કહે.
तैश्चन्द्रे लिखितं स्वनाम विशदं धात्री पवित्रीकृता, ते वन्द्याः कृतिनो नरा: सुकुतिनो वंशस्य ते भूषणम्। ते जीवन्ति जयन्ति भूरि विभवास्ते श्रेयसां मन्दिरं। सर्वाङ्गरपि कुर्वते विधिपरा ये तीर्थयात्रामिमाम्॥
જેઓ સર્વ અંગવડે વિધિમાં તત્પર આ તીર્થયાત્રા કરે છે. તેઓ પોતાનું પવિત્ર નામ ચંદ્રને વિષે લખાવાયું છે, તેઓ પૃથ્વીને પવિત્ર કરે છે. કૃતાર્થ અને સારા કાર્યને કરનારા તે મનુષ્યો વંદનીય છે. તેઓ વંશનાં આભૂષણ છે. ઘણા વૈભવવાળા તેઓ જીવે છેને જયવંતા વર્તે છે, અને તેઓ લ્યાણનું ઘર છે. દત્તરાજા તે વિદ્વાનને તરત જ હર્ષથી નિચ્ચે બે લાખ સોનામહોર આપશે.
બીજે દિવસે ફરીથી કોમલ સ્વરવાળો એક કવિ આવીને ચિત્તને વિષે ચમત્કાર કરનારું કાવ્ય બોલ્યો.
वन्दे जन्म मनुष्यसम्भवमहं किं तद्विहीनं गणै स्तानेव त्वरितं स्तुम: किमुसमां लक्ष्मी विना तैर्गुणैः । तां लक्ष्मी समुपास्महे किमु तया दानादिभिर्वन्ध्यया, दानं स्तौमि वृथैव भावरहितां भावोहि भद्रं ततः ॥१॥
મનુષ્યમાં (ભવમાં) ઉત્પન્ન થયેલા જન્મને હું વંદન કરું છું. ગુણથી રહિત તે જન્મવડે શું? તે ગુણોને અમે સવીએ છીએ. લક્ષ્મી વિના તે ગુણોવડે શું? અમે તે લક્ષ્મીને સેવીએ છીએ. દાન આદિવડે રહિત તે લક્ષ્મીવડે શું? હું લક્ષ્મીને વખાણું છું. ભાવરહિત દાન ફોગટ છે. તેથી ભાવ લ્યાણકારક છે. (૧) આ કાવ્ય સાંભળીને ચમત્કાર પામેલો લ્કીપુત્ર (દન) તે વિદ્વાનને એક લાખ સોનામહોર આપશે. બીજે દિવસે ફરીથી આવીને એક કવિએ ચિત્તને વિષે ચમત્કાર કરનારું એક કાવ્ય .