SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાદિત્ય રાજા અને ધનેશ્વરસૂરિનો સંબંધ ૫૩૧ લોક અનુક્રમે નિર્દય-અસત્યવાદી હીનસત્વવાળા ખરાબમનવાલા ધર્મને નિંદેનારા થશે, તે પછી નિરંતર પચાસવર્ષ સુભિક્ષ થશે. લોકો ધાન્ય અને કુટુંબવડે વૃદ્ધિ પામરો, તે રાજાઓ સુભટોવડે વૃદ્ધિ પામો. મરણ નજીક હોતે ને વેશધારીના વિશધારી પાસેથી) દ્રવ્યને લઈને લ્કી રાજા સાધુઓને વાડામાં રંધરો (પૂરશે) પ્રાતિપદસૂરિ આદિવડે સંધવડે કાયોત્સર્ગ કરાય છતે સંઘના ઉપદ્રવને જાણીને બ્રાહ્મણના રૂપને ધારણ કરનારો ઈન્દ્ર આવશે. ઈન્દ્ર ઉક્તિ ને પ્રયુક્તિવડે વારવા છતાં પણ લ્કી અન્યાયથી અટકરો નહિ, ત્યારે તે તેને મારશે, તે લ્કી રાજા ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને નરભૂમિમાં ગયેલો લાંબા કાળસુધી દુ:ખી થશે. તેના પુત્ર દત્તને તેના રાજય ઉપર બેસાડીને જૈન ધર્મ સમજાવીને ગુને નમીને ઇન્દ્ર સ્વર્ગમાં જશે. એક વખત દત્તે ગુરુની પાસે જઈને સ્નેહપૂર્વક સાવધાનપણે અંજલિકરવાપૂર્વક શ્રી જિનેશ્વરે હેલો ધર્મ આ પ્રમાણે સાંભળ્યો. कर्तव्या देवपूजा शुभगुरूवचनं नित्यमाकर्ण्यनीयं, दानं देयं सुपात्रे प्रतिदिनममलं शीलनीयं च शीलम्। तप्यं शुद्धं स्वशक्त्या तप इह महती भावना भावनीया श्राद्धानामेष धर्मो जिनपतिगदित: पूत निर्वाणमार्गः ॥१॥ હંમેશાં દેવપૂજા કરવી. શુભ ગુરુનું વચન સાંભળવું હંમેશાં સુપાત્રમાં દાન આપવું. નિર્મલ શિયલ પાળવું. પોતાની શક્તિ વડે શુદ્ધ તપ કરવું મોટી ભાવના ભાવવી, તે શ્રી જિનેશ્વરે કહેલો પવિત્ર મોલના માર્ગપ શ્રાવકોનો ધર્મ છે. रम्यं येन जिनालयं निजभुजोपात्तेन करापितं, मोक्षार्थं, स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा। वेद्यं तेन नरामरेन्द्रमहितं, तीर्थेश्वराणां पदं, प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम्॥२॥ જે શુબમનવાલા સદાચારી પુરુષે પોતાની ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યવડે સુંદર જિનાલય મોક્ષને માટે કરાવ્યું છે, તે મનુષ્ય અને દેવોને પૂજવા લાયક તીર્થકરોનું પદ ભોગવવા લાયક છે. તેણે મનુષ્યજન્મનું ફલ મેળવ્યું છે. જિનેશ્વરના મતને કર્યો છે. વંશને પ્રકાશિત કર્યો છે (૨) પ્રૌઢ એવો રાજા આ સાંભળીને પૃથ્વી ઉપર પ્રાસાદને કરાવતો શ્રી સિદ્ધગિરિ ઉપર સુવર્ણમય જિનમંદિરનો ઉદ્ધાર કરશે. દરેક ગામે ને દરેક શહેરમાં પ્રાસાદને કરાવતાં રાજાએ એક વખત ગુરની પાસે આ પ્રમાણે અભિગ્રહ લીધો. દરેક સવારે પ્રાસાદની પૂર્ણતાની વધામણી આદરપૂર્વક આવે ત્યારે તે ગુરુ મારે જમવું તે પછી દિવસે દિવસે એક એક પ્રાસાદની પૂર્ણતા આવે ને કી રાજાનો પુત્ર દત્ત જમશે. પ્રાતિપદ આચાર્યની પાસે હંમેશાં ધર્મકાર્યો કરતો રાજા ઘણાં જિનમંદિરોને કરાવશે. એક વખત શ્રી ગુરુ પાસે જીવદયામય ધર્મ સાંભળતો દત્ત શ્રી ગુસ્ની પાસે આ વાત વિશે સાંભળજો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy