________________
લકર
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
જીવદયાના કારમાં નક બહેન વૈધની ગૌશાળા, ગામની ગૌશાળા અને પેઢી તરફથી ચાલતી પાંજરાપોળ છે. પૂ. સાધ્વીજી મ. ની સ્વતંત્ર સગવડ માટે સઢિરાવભુવનની પાછળ-શ્રમણી વિહાર – અમારિ વિહાર-હોસ્પિટલની પાછળ વલ્લભ વિહાર ને મણી વિહાર અને ગિરિવહારમાં સાધ્વીજીના સ્વતંત્ર ઉપાશ્રય છે.
તેજ રીતે પૂ સાધુ ભગવંત માટે સારાવ ભુવનની પાછળ અને ગિરિવહારમાં સ્વતંત્ર ઉપાશ્રય છે. આ રીતે આપણે પાલિતાણાની બધીજ નોંધ લેવા બેસીએ તો છેડો જ ન આવે છેલ્લે એક વાત ચોકકસ છે કે ક્લબહેને પાલિતાણામાં આવીને ભક્તિની જે જ્યોત જલાવી છે તેનો નમૂનો દાચ હવે આપણને નહીજ મલે. એમણે એક્લા હાથે વલ્લભવિહારનું (ચંદ્રભવનનું) રસોડું - વલ્લભ વિહાર ને શ્રમણી વિહારનો ઉપાશ્રય. ગૌશાળા ને શત્રુંજય હોસ્પિટલની દેખરેખ કરેલ છેઆવી શકિત ઘણા ઓછા જીવોમાં મલે છે. ઘણીવાર આપણને એમ થાય કેદાન આપનારા ઘણા જ મલશે. પણ કાયાથી પશ્ચિમ લેનાર બહુજ ઓછા જીવો મલશે.
કોઈક વાર જીવનમાં આઠ - દશ વિસનો ટાઈમ લઈ અહીં આવી યાત્રા કરીને આ દરેક ક્ષેત્રની એક્વાર જરુર મુલાકાત લેજો. જીવનમાં ઘણું જાણવા ને જોવા જેવું મલશે.
પાલિતાણા યાત્રા કરવા પધારો ત્યારે પરિચિત ગુરુ હોય તો તેઓની સાથે યાત્રા કરવાનો લાભ લેવો. જેથી તીર્થયાત્રાનો પ્રભાવ અને મહિમા જાણવા મલે તેથી જ લખ્યું છે કે ગુરુ સાથે ચઢશું ગિરિરાજે, જે ભવોલિવૂડનાં તારે રે;” |
તેવો યોગ ન હોય તો કોઈ અનુભવી કે જાણકાર સાથે યાત્રા કરજો. પાલિતાણામાં બારોટ કેમના ખાસ પ્રચલિત ને શિક્ષણ પામેલા, રાજા સાહેબના સમયથી ગાઇડનું કામ કરતા જેનું ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ છે. અને જેમની જીભમાં એક્લી મીઠાશ જ ભરેલી છે તેવા બ્રહ્મભટ્ટ – કાકુભાઈ નો સથવારો ને સહાય યાત્રા કરવામાં સોનામાં સુગંધ જેવું થશે. એક્વાર જરુર મલજો. ને તેમના મોઢેથી શત્રુંજયનો મહિમા સાંભલજો.
બસ આટલું લખાણ પૂરતું છે.
***
*, * * * *