________________
૯૩૦
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
પાલિતાણાનાં – ધાર્મિક – સ્થળો
(મંદિરો -- ઉપાશ્રયો – બોર્ડિગો – ભક્તિ રસોડાં)
શ્રી તીર્થાધિરાજ શત્રુંજ્યની તળેટીમાં વિસ્તાર અને જૂના દેરાની દૃષ્ટિએ બાબુના દેરાસરનાં દર્શન કરવાં.
૧૮ – તીર્થોનું – સમવસરણનું અને અષ્ટાપદનું આ બધાનું એક્જ ઠેકાણે દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે સમવસરણ મંદિરનાં દર્શન કરીએ. પછી ભાવિક જીવોને વિષમ કાલમાં તરવાનાં સાધન જિનબિંબ અને જિનાગમ આ બેજ છે. તેને સચિત્ર રીતે જ્યાં દર્શન કરવા મલે તેવા આગમ મંદિરનાં દર્શન કરવાં, પછી જિન શાસનની એક મૌલિક માન્યતા છે કે સૂર્ય – ચંદ્રજ ફરે છે. તેને સચોટ રીતે પુરવાર કરતા શ્રી જંબુદ્રીપ મંદિરનાં દર્શન કરીએ.
અન્ય ક્ષેત્રોમાં સાધર્મિક ભક્તિનું પુણ્યતો છે જ. પણ પાલિતાણાની પુણ્યભૂમિમાં યાત્રા કરીને ઊતરનાર સાધર્મિની ભક્તિ કરવી એનું કેટલું પુણ્ય તે તો જ્ઞાની જ જાણે આવી ભક્તિ કરવા માટે ભાતાખાતાનું દાન દેનારા પુણ્યાત્માઓને કોટી વંદન. જે ખાતું સેવ મમરાથી શરુ કરીને આજ ચા પાણી ગાંઠિયા-લાડવા વગેરે આપે છે.
વિશાળતા અને ભવ્યતાની દૃષ્ટિએ શ્રી કેશરિયાજી મંદિર પણ ખાસ દર્શન કરવા જેવું છે. અને સર્વોદય સોસાયટીમાં પણ હમણાં જિનમંદિરમાં કાચનું કામ ખૂબજ સુંદર થયેલ છે. જેનાં દર્શન કરવા જેવાં છે. તેજ રીતે સાંઢ રાવ ભુવનનું જિનમંદિર દર્શન કરવા જેવું છે.
ગામમાં દાખલ થતાં સહુ પ્રથમ આપણા જૈન સમાજના વિધાર્થીઓ માટે શ્રી યશોવિજયજી ગુરુકુલ છે. તેમાં આપણા બાલકોનું સ્કૂલ – બોર્ડિંગ ને મંદિર દ્વારા જીવન ઘડતર થાય છે ગામમાં શ્રી શ્રાવિકાશ્રમ નામની પુણ્ય પવિત્ર સંસ્થામાં બાલિકાઓનું જીવન ધડતર થાય છે. એક્વાર અવશ્ય મુલાકાતે જવા જેવું ખરું. આજ રીતે ગામમાં તળાટી પર બાળકોનાં જીવન ધડતર માટે બાલાશ્રમ નામની એક સુંદર સંસ્થા છે. યાત્રા કરવા જતાં આવતાં આ સંસ્થા રોજ નજર સન્મુખ આવે છે. આમ અહીં “ યશો વિજયજી ગુરુકુલ, ” બાલાશ્રમ " ને શ્રાવિકા શ્રમ આ ત્રણ સંસ્થાઓ આપણાં બાલક, બાલિકાઓને જ્ઞાન દાન કરી રહી છે.
હમણાંજ જેનું ઉદધાટન થયું તે ‘વિશાલ સંસ્થા'નું ક્લા મ્યુઝિયમ ખાસ જઈને જોવા જેવું છે. પાલિતાણામાં કંઇક જોવાનું હોય તો અહીંયાં જ છે ત્યાર બાદ પાલિતાણામાં આપણા સહુના માટે પૂજ્ય એવાં સાધુ-સાધ્વી ભગવંતો માટે જે ભક્તિનાં ક્ષેત્રો છે તેને જોઇએ. સહુ પ્રથમ – વર્ષોથી અટક્યા વગર – ભેદભાવ વગર સાધુ-સાધ્વી ભગવંતોની
=