SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગિરિરાજપર ચઢતાં વચમાં આવતી દેરીઓ વિસામા-કુંડો ને પરબો ર૭ જિનનાં પગલાંની ચાર જોડી બિરાજમાન છે. અહીંથી પણ જૂનો અને નવો રસ્તો શરુ થાય છે. તેમાં હાલમાં જૂના રસ્તે લગભગ કોઈ જતું નથી. અને નવા રસ્તે ચઢતાં થોડાંક પગથિયાં પછી તપગચ્છના શ્રી પૂજયના નામે ઓળખાતી દેરી આવે છે. તેનું કંપાઉન્ડ ખૂબજ મોટું છે. એક દેરીમાં વિજયદેવેન્દ્ર સૂરિનાં પગલાં છે. એક દેરીમાં ધરણેન્દ્ર અને પદ્માવતિની મૂર્તિ છે. બાકીની ૧૪દેરીમાં જુદાં જુદાં પગલાં છે. અને તેમાં વચમાં એક કુંડના આકારની મોટી વાત છે. તેમાં ચાર ખૂણે દેરીમાં પગલાં છે. અને એક ઓરડામાં શ્રી ગૌતમ સ્વામીની મૂર્તિ ને પગલાં છે. અહીંથી પગથિયાં ચઢયાં પછી સીધું ચાલવાનું શરુ થાય છે. તેમાં થોડું ચાલ્યા પછી એક ઓટલાવાળી દેરીમાં–અઈમુના નારદજી -દ્રવિડ અને વારિખિલ્લની કાઉસ્સગ્ગિયા પ્રતિમા છે. આ સ્થાને કાર્તિક પૂનમનો મહિમા છે. કાર્તિકી યાત્રા કરનારે અહીં અવય યાત્રા કરવી જોઇએ. દેરીની બાજુ પરની સામે હીરબાઈનો કુંડ વિસામો અને પરબ આવે છે. ત્યાંથી ખૂબજ સીધું ચાલવાનું છે. અને થોડાંક પગથિયાં ચઢયા બાદ રસ્તાપરનો છેલ્લો કુંડ, ભૂખણ દાસે બંધાવેલો છે. અહીંના સ્થાનિક લોકો તેને બાવળ કુંડ કહે છે. આ કુંડને બનાવનારે જ રાણાવાવ બંધાવી હતી. તેની સામેજ ઊંચા ઓટલા પર એક દેરીમાં રામ-ભરત - શુકરાજા શેલગાચાર્ય અને થાવગ્ગાપુત્રની કાઉસ્સગિયા પ્રતિમાજી છે. તેનાં દર્શન કરી આગળ જતાં એક દેરીમાં પગલાંની જોડ છે. ત્યાંથી ઉપર ચઢતાં હનુમાનધાર આવે છે. તેને છેલ્લો હવે કહેવાય છે. ત્યાં એક દેરીમાં હનુમાન વીરની મૂર્તિ છે. તેની સામે વલાની શીતળ ને વિશાલ છાયાવાળો ઓટલો છે. જેનો સર્વે યાત્રિકે વિસામા તરીકે ઉપયોગ કરે છે. અને પછી નકકી કરે છે કે નવમાં થઈને દાદાની પાસે જવું કે સીધા જ દાદાની માં જવું? અહી ઓટલા પર બે દેરીમાં પગલાં છે. અહી સુરતવાળા તરફથી પાણીની પરબ ચાલે છે. નવટૂના જમણા રસ્તે ચઢતાં એક બાજુ પરના ભાગમાં અંગારશાની પીર (દરગાહ) આવે છે. તેની વાર્તા આ પુસ્તકમાં આપેલી છે. ત્યાંથી નવટુંકમાં જવાય. તેનો ઇતિહાસ વાંચી લેવો. અને નવટૂકમાં જવું ન હોય તો ડાબા હાથે સીધા જ ચાલતાં આગળ જમણા હાથે પથ્થરમાં પગથિયાં કોતરીને જાલી–મયાલી અને વાલીની મૂર્તિ કોતરેલી છે. તેનાં દર્શન કરી આગળ જતાં સહુપ્રથમ રામપોળ દરવાજો આવે છે. આ પોળની બહાર કચ્છના વતની અરજણ નરશી તરફથી ઠંડા તથા ઉકાળેલા એમ બન્ને પાણીની પરબ ચાલે છે. એક સમયમાં જ્યારે મોતીશાની ટ્રક નહોતી બંધાઈ ત્યારે આપણે બધા દાદાની કુમાં આવવા માટે નવક્રાજ રસ્તે જતા હતા. પણ કુંતાસરની ખીણ પૂરીને મોતીશાની ટૂકુ બંધાતા આપણા માટે આ રામપોળનો રસ્તો ચાલુ થયો. રામપોળમાં દાખલ થતાં પંચ શિખરી અને ત્રણ શિખરી જે બે દેરાંઓ છે તેનાં દર્શન કરી મોતીશાની ટ્યુમાં દર્શન કરીને પાછળની બારીથી નીકળીને દાદાની ટુકુમાં જઇએ. તે વખતે મોતીશાની સૂનો જે પાણીનો વિશાલ કુંડ છે તેને જોઈએ. તેને કુંતાસરને કુંડ હેવાય છે. પછી નવટુન્ના ઇતિહાસમાં દાદાની કુનું વર્ણન છે તે વાંચવું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy