________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
શ્રી ગિરિરાજપર ચઢતાં વચમાં આવતી દેરીઓ
વિસામા-કંડો ને પરબો
તલાટીમાં દર્શન–ચૈત્યવંદન કરી–ગોવિદજી જેવત ખોનાના દેરાસરમાં ધનપતસિંહજી બાબુના દેરામાં અને ૧૮-તીર્થદર્શન સમવસરણ મંદિરમાં દર્શન કરી ઉપર ચઢતાં પહેલાં હડાના છેડાઉપર ધોળી પરબનો વિસામો આવે છે. તેમાં ધોરાજીવાલા અમૂલખ ખીમજીની પરબ છે. તેની સામે એક દેરીમાં ભરત ચક્રવર્તીનાં પગલાં છે.
આગળ વધતાં સીધું ચાલવાનું પૂરું થાય ત્યાં નવો કુંડ- ઈચ્છાકુંડ અને વિસામો આવે છે. તેને સુરતવાળા ઈચ્છાચંદરોઠે સં– ૧૮૬૧–માં બંધાવેલો હતો. તેની ઉપર થોડાક પગથિયાં ચઢતાં પગલાં છે.
તેનાથી ઉપર ચઢતાં લીલી પરબનો વિસામો આવે છે. તે પરબ કચ્છના વતની ડાહ્યાભાઈ દેવશીએ બનાવેલ છે. તેનાથી આગળ ચઢતાં ગુજરાતના સોલંકી રાજા કુમારપાલે બંધાવેલો વિસામો અને કુંડ છે. અને તેથી તેને કુમારકુંડ કહેવાય છે. તેની પાસે એક દેરીમાં શ્રી આદિનાથ પ્રભુનાં પગલાં છે. આ વિસામામાં સુરતવાળા તલકચંદભાઈ તરફથી પરબ બેસે છે.
તેનાથી ઉપર ચઢતાં હિંગલાજનો હડો આવે છે. તેનો ચઢાવ જરા ઊંચોને કઠિન છે. તેથી લોકોમાં આ પ્રમાણે કહેવત ચાલી.
હિંગલાજનો હવે, કેડે હાથ દઈને ચઢો;
બાંધ્યો પુન્યનો પડો, ફૂટ્યો પાપનો ઘડો; આ કાણે એક દેરીમાં હિંગલાજ દેવીની મૂર્તિ છે. આ સ્થાપના અંબામાતાની છે. તેની વિગત જાણવા માટે હિંગુલયશની વાર્તા વાંચવી જોઇએ, શેઠ કુટુંબના લોકો કર કરવા આવે ત્યારે ખાસ અહીં પગે લાગે છે. અહીં હિંગલાજના હડે આવીએ ત્યારે ગિરિરાજપર ચઢવાને અર્ધોભાગ ચઢી ગયા એમ કહેવાય છે. અહીંથી થોડુંક ચઢતાં હીરજીભાઈ નાગજીભાઈના નામથી પાણીની પરબ ચાલે છે. અને સામેના ભાગમાં દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુનાં પગલાં છે. અહીંથી જૂનો અને નવો એમ બે રસ્તા છે. તેમાં જૂના રસ્તે ચાલતાં નાનો મનમોડીઓ માં આવે છે. તેની પાસે એક દેરીમાં પગલાંની જોડ છે. ત્યાં દર્શન કરી આગળ ચઢતાં “મોટો મન મોડીઓ " આવે છે.
આ કહેવાતા જૂના રસ્તાને સહુ પ્રથમ વસ્તુપાલ – તેજપાલે બનાવેલ હતો. તે વખતે તેનું નામ “સંચાર પાના એમ કહેવાતું હતું. એટલે “ચાલવાનાં પગલાં " આ બન્ને મનમોડીઆ પૂરા થાય ત્યાં જૂનો ને નવો રસ્તો ભેગો થઈ જાય છે. ત્યાં છાલા નામનો કુંડ અને વિસામો આવે છે. ત્યાં સામ સામી બે પરબો ચાલે છે. તેમાં એક કુંડની પાસે પરબ છે તે અમરચંદ ખીમચંદની અને બીજી શેઠહેમાભાઇ તરફથી ચાલે છે. તેની પાસે એક દેરી છે. તેમાં ચાર શાશ્વતા -