________________
શ્રી તીર્થરાજ શત્રુંજ્યાદિ તીર્થની પ્રભાતિક સ્તુતિ
કરનારા અને તેના ભોકતા છે. જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે. સમતારૂપ ધનવાળા છે. એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મોક્ષ સ્થાનની સમૃદ્ધિને પામ્યા તે અદિને – પર્વતને હું વંદના કરું છું. (૯)
સૌરાષ્ટ્ર દેશમાં શ્રી શત્રુંજ્ય અને ગિરનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે. તેને હું બહુમાનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. (૧૦)
જ્યાં અનંત જ્ઞાનવાળા – અનંત દર્શનવાળા – અને અનંતવીર્યવાળા વીસ તીર્થંકરો શિવપદને પામ્યા છે તે સંમેતગિરિની હું સ્તુતિ કરું છું. (૧૧)
નિરંતર પ્રાત:કાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વતપર સૌભાગ્ય લક્ષ્મીને આપનારા ઘોતિમાન પૂર્ણ આત્મતત્વને (સિદ્ધિપદને) પામ્યા છે. તે અષ્ટાપદ પર્વતનો હું આશ્રય કરું છું. (૧૨)
લ્યાણરૂપ ક્રને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ – સ્કુરાયમાન પ્રતાપવાળા અને પૂજય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.
શ્રી શત્રુંજય માટે શ્રી આગમ સૂત્રોના આધારે
ક છે અંગે દાખીઓએ, આઠમે અંગ ભાખ, પૂજો ગિરિરાજનેએ; સારાવલી પયને વરણોએ, એ આગમની સાખ – પૂજો ગિરિરાજનેએ
ततेणं ते सेलयपामोक्खा पंच अणगार सया बहूणि वासाणि सामन्नं परियागं पाऊणित्ता जेणेव पोंडरीये पव्वए तेणेव उवागच्छंति- २ - जहेव थावच्चापुत्ते तहेव सिद्धा, (श्रीज्ञाताधर्मकयांगम् - प्रथमो विभागः- श्री पंचमशैलकाध्ययनम्)
અર્થ :- ત્યાર પછી તે સેલક વગેરે પાંચસો સાધુઓ ઘણાં વર્ષો સુધી સાધુપણું પાલન કરીને જે પુંડરીક નામનો પર્વત છે ત્યાં આવે છે. અને ત્યાં આવીને જેવી રીતે થાયચ્ચા પુત્ર અણગાર સિદ્ધિપદને પામ્યો તેવી રીતે તેઓ સિદ્ધ થયા.
(છ અંગ જ્ઞાતા ધર્મક્યાંગ - આઠમું અંગ - અંત કુદા - અને સારાવલીનામનોપયનો છપાયો જ નથી. પણ અમને મલેલ હોવાથી મૂળ મૂકેલ છે.)