________________
૯૦૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી તીર્થરાજ શત્રુંજ્યાદિ તીર્થની પ્રાભાતિક સ્તુતિ
( પૂર્વાચાર્યોકૃત સ્તુતિઓ – ઉપદેશ પ્રાસાદ – ભાષાંતર – ભા–પ. પૃ. ૩૦૨)
જે શ્રી સ્ક્રિાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્વર્તીએ પૂજેલું એવું યુગાદિવ શ્રી આદીશ્વરનું ચરણકમળરૂપ (જે) પીઠ રહેલું છે તેનું હું અર્ચન કરું છું. (૧)
જે શ્રી શત્રુંજયગિરિપર શ્રી આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહસ્રકૂટની અંદર (જે) સૌમ્ય આકૃતિવાળી – ૧૦૨૪ – તીર્થંકરોની મૂર્તિઓ રહેલી છે. તેનું હું પૂજન કરું છું. (૨)
શ્રી ઋષભ સ્વામીના મુખકમળથી નીળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શ્રી શત્રુંજય પર રહેલા શ્રી પુંડરીક ગણધર યને પામો. (૩)
જ્યાં (પ્રભુની ડાબી બાજુએ) ચૌદસોને બાવન ગણધરોની પાદુકાઓ બિરાજમાન છે. તે શ્રી શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. (૪)
જે ગિરિપર સૂર્યદેવે નિર્માણ કરેલા સૂર્ય કુંડ (સૂરજ કુંડ) ના જળના પ્રભાવથી કુષ્ટાદિક વ્યાધિઓનો સમૂહ નાશ પામે છે. તેમજ કૂડાપણું પામેલો જીવ પાળે મનુષ્યપણાને (મનુષ્ય દેહને) પામે છે. (ચંદરાજાની જેમ) તે શ્રી શત્રુંજ્ય ગિરિને હું પ્રણામ કરું છું. (૫)
જે ગિરિઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા ગુણોના સ્થાનરૂપ અને અમૂલ્ય રત્ન (ઋષભદેવ) ને કુક્ષિમાં ધારણ કરનારા એવા હાથીપર બેઠેલા મરૂદેવી માતા બિરાજે છે. તે ગિરિને હું નમન કરું છું. (૬)
જે પર્વતપર જિતેન્દ્રિય એવા યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવો કુંતા માતાની સાથે વીસકરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા તે પર્વતને હું નમું છે. (૭)
જે ગિરિ પર નમિ અને વિનમિ નામના મુનીન્દ્રો કે જેઓ વિદ્યાધરના રાજાઓ હતા. તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા. તેઓ બે કરોડ સાધુઓ સહિત મોક્ષની લક્ષ્મીને પામ્યા. તે વિમલગિરિ અમને વિમળ (નિર્મળ) બોધની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુરૂપ થાઓ. (૮)
જે ગિરિપર નિર્મળ ગુણોના સમૂહથી જેનો આત્મા પરિપૂર્ણ થયો છે અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ