________________
છીપાવસીની ટૂંક
આ ટૂંકમાં નંદીશ્વર દ્વીપમાં આવેલાં બાવન જિનાલયોની રચના કરવામાં આવી છે. અને ચારે બાજુ પથ્થરની જાળી બનાવી તેમાં રંગબેરંગી કાચના ટુકડાઓને જડીને ભવ્યતા ખડી કરવામાં આવી છે. આ ટૂકમાં –૨૭૨–આરસની પ્રતિમાજીઓ અને ધાતુની ૪ – પ્રતિમાઓ છે.
૮.૩
શ્રી કુંથુનાથ અને શ્રી શાંતિનાથ એમ બે જિનમંદિરો છે. નંદીશ્વરદ્વીપની રચનાવાળું દેરાસર શેઠાણી ઊમાબાઇએ સંવત – ૧૮૯૩ – બંધાવેલ હતું. જ્યારે કુંથુનાથ પ્રભુનું દેરાસર સંવત – ૧૮૯૩ – માં ડાહ્યાભાઇ શેઠે બંધાવ્યું હતું. અને શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર પરસન બહેને બંધાવ્યું હતું. આ મંદિરમાં પોતાની ગોત્ર દેવીની મૂર્તિ છે આ ટૂક્માં – નંદીશ્વરદ્વીપ – શ્રી કુંથુનાથ અને શ્રી શાંતિનાથ એમ ત્રણ જિનમંદિરો છે.
C
હેમાવસહીની ટૂક
મોગલ સમ્રાટ અક્બર બાદશાહના ઝવેરી અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠના પ્રપૌત્ર (પુત્રના પૌત્ર) શ્રી હેમાભાઇએ વિ. સં ૧૮૮૬ – માં આ ટૂની રચના કરેલ છે. તેઓના નામે પ્રસિદ્ધ આ ટૂને હેમવસહી – હેમાવસહી હેવામાં આવે છે. આ ટૂના મંદિરોમાં આરસની –૩૦– પ્રતિમાઓ અને ધાતુની –૮– પ્રતિમાઓ બિરાજે છે. ત્રણ શિખરવાળા મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ બિરાજે છે.
આ મુખ્યમંદિર સંવત – ૧૮૮૨ – માં શેઠ હેમાભાઇએ બંધાવ્યું હતું. તેની પ્રતિષ્ઠા આચાર્યશ્રી શાંતિસાગરસૂરિના વરદ હસ્તે સં - ૧૮૮૬ – માં થઇ હતી. અને આ ટૂકમાં જે ચૌમુખજીનું મંદિર છે તે શેઠ શ્રી સાકરચંદ પ્રેમચંદે સં ૧૮૮૮ – માં બંધાવ્યું હતું. હેમાવસહીમાં (૧) શ્રી અજિતનાથ પ્રભુ – (૨) પુંડરીક સ્વામી. પહેલાં એક સમયે આ બન્ને દેરીઓ સામે સામે હતી. ચૈત્યવંદન કરતાં ચૈત્યવંદન કરનારની પૂંઠ ગમે તે એક દેરીને થાય તેથી નંક્ષિણ નામના આચાર્ય મહારાજે હૃદયના સાચા ને શુદ્ધ ભાવથી તેવી રીતે અજિત શાંતિનું સ્તવન બનાવીને બોલ્યા કે જેના પ્રબલ પ્રતાપે બન્ને દેરીઓ જોડે જોડે બની ગઇ. જેમ ભક્તામર સ્તોત્ર બનાવીને બોલતાં માનતુંગરજી મહારાજની -૪૪–બેડીઓ તૂટી હતી તેમ.
–
=
છીપાવસહીમાં આવેલાં દેરાસરોનાં નામો. (૧) શ્રી ઋષભદેવનું મંદિર. (૨) શ્રી શ્રેયાંસનાથનું મંદિર – (૩) શ્રી નેમિનાથનું મંદિર, આ મંદિર હરખચંદ શિવચંદે સંવત – ૧૭૯૪ માં બંધાવેલ હતું.