________________
૮૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
ચૌમુખજીની આ ક્ની પાછળ પાંડવોનું મંદિર – સહસ્ત્ર ટમંદિર અને –૧૭૦ – જિનેશ્વર – અને ચૌદરાજ લોક્નો પટ આરસમાં કોતરેલો છે. પાંડવોના આ મંદિરમાં પાસેના એક ગોખલામાં કુંતામાતાની મૂર્તિ છે. અને સામેના ગોખમાં દ્રૌપદીજી બિરાજમાન છે.
પાછળના ભાગમાં બીજી એક દેરી આવેલી છે. આ દેરીમાં સહસકૂટનાં – ૧૨૪ – પ્રતિમાઓ પાષાણમાં કોતરેલાં છે. અને ભીતને અડકીને આરસમાં પુરુષાકારે ચોદરાજલોનું ચિત્ર બનાવેલ છે. બીજી બાજુ સમવસરણ અને સિદ્ધચક્રની રચના છે.
આ ટુકુમાં આવેલાં દેરાસરજીઓમાં શ્રી આદિનાથ પ્રભુ અને પુંડરીક સ્વામીનું દેરાસર શેઠશ્રી સવા સોમાના નામથી બંધાવી સંવત – ૧૬૭૫ – માં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવેલ છે. શ્રી પાર્શ્વપ્રભુનું મંદિર અમદાવાદવાળા કરમચંદ હીરાચંદે સં – ૧૭૮૪ માં બંધાવેલ હતું.
આ ટુકુમાં આવેલું શ્રી મરુદેવી માતાનું મંદિર ઘણું જ જૂનું છે. આ સવા સોમાની ટૂંકુમાં જે જે દેરાસરો છે. તેનાં નામો. (૧) શ્રી આદિનાથ પ્રભુ (૨) શ્રી પુંડરીક સ્વામી (૩) શ્રી શાંતિનાથ પ્રભુ (૪) શ્રી શાંતિનાથનું બીજું મંદિર (૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૬) શ્રી સીમંધર સ્વામી. (૭) શ્રી અજિતનાથ પ્રભુ (૮) શ્રી આદિનાથનું બીજું, (૯) શ્રી શાંતિનાથનું ત્રીજું મદિર, (૧૦) શ્રી પાર્શ્વનાથનું(૧૧) રાયણ પગલાઅને ગણધર પગલાનું. એમ કુલ – ૧૧ – મંદિરો છે.
. . . . .
. . . .TT TT TT TT
T TT T IT.T.I.T.I. T........!
,
,
,
ETTL
છીપાવલીની ટ્રક
T
વિક્રમ સંવત – ૧૭૯૧ – માં ભાવસાર ભાઈઓએ ભેગા મળીને આ ટુકુ બંધાવેલ હતી.
ગિરિરાજપર આવેલી અન્ય કેની રચનાની સરખામણીમાં આ ટૂકુ પ્રમાણમાં નાની છે. આ ટ્રમાં કુલ – ૩ - દેરાસર અને ર૧–દેરીઓ છે. આરસની કુલ – પર – પ્રતિમાજીઓ બિરાજમાન છે. નાનકડી આ ટ્રકમાં ગભારાની કોતરણી – રચના ક્ષાની દૃષ્ટિએ જોવા લાયક છે. મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવ પ્રભુ બિરાજે છે. આ છીપાવલીની ટૂંકુમાં યાત્રાળુઓનું ધ્યાન ખેંચતી બે ચમત્કારિક દેરીઓ આવેલી છે. આ દેરીઓ માટે એમ કહેવાય છે કે અમદાવાદના નગરરોઠ પ્રેમાભાઈના ફોઇ ઉજમબાઈએ આ ટફ બનાવેલ હોવાથી તેનું નામ ઊજમ ફોઇની ટૂકુ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું છે.