________________
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી શત્રુંજયના થયેલા ઉતારો - શ્રી શત્રુંજય
ઉત્તર રાસના આધારે
(૧) શ્રી ભરતરાજા શ્રી શત્રુંજયની યાત્રા કરવા માટે તેની તૈયારીમાં – ૩૨ – હજાર મુગટબદ્ધ રાજા, ૮૪ - લાખ નિશાન, ૮૪ – લાખ હાથી, ૪ – લાખ ઘોડા, ૮૪ – લાખ રથ, સવા ક્રોડ પુત્ર, ૨ – હજાર નાસ્ક (નટ મંડળી) ૩- લાખ દસ મંત્રીઓ, ૫– લાખ દીવીને ધારણ કરનારા પુરુષો, ૧૬– હજાર યક્ષો, ૧૦ – ક્રોડ ધજાઓને ધારણ કરનાર, ૯ – ક્રોડપાયદલ સૈન્ય ૬૪ – હજાર રાણીઓ, ૧ – લાખને –૮ – હજાર – વારાંગનાઓ, ૩ - ક્રોડ વ્યાપારીઓ, ૩ર – ક્રોડ સુથાર વગેરે કારીગરો હતા, હોઠ –સાર્થવાહ નાના-મોટા રાજા વગેરેની કોઈ ગણતરી જ નહોતી, નવનિધિ અને ચૌદરરત્નો લઈને આ બધો પરિવાર લઈને કપાળમાં સંઘપતિનું તિલક કરાવીને પગલે પગલે કર્મોનું નિર્દન કરતાં શ્રી શત્રુંજય નજીક આવ્યા, અને નજરથી શ્રી શત્રુંજ્યને જોતાં સોવનફૂલડે અને મોતીડ વધાવ્યો.
રાયણવૃક્ષના તળિયામાં રહેલાં શ્રી ક્ષભનિણંદનાં પગલાંને પૂજે છે. પછી ઈન્દ્ર મહારાજાના વચનથી શ્રી ઋષભદેવનું તીર્થ જાણીને વાર્ધકી રત્નને આદેશ આપે છે. તે વાર્ધકીરત્ન શ્રી રાગુંજ્યપર સુવર્ણનો ઊંચો પ્રાસાદ બનાવે છે. તે મંદિરની ચારે બાજુના દરવાજા એક કોશ ઊંચા હતા. દેઢ ગાઉના વિસ્તારવાલા અને એક હજાર ધનુષ્ય પહોળા હતા. એક દિશાના બારણે એક્વીશ એક્વીશ મંડપે હતા. એ રીતે ચારે દિશાના થઈને ચોર્યાસી મંડપવાળું દેરાસર બનાવ્યું. તે મંદિરમાં રત્નમય તોરણ અને મણિમય મૂર્તિ સ્થાપના કરી. બન્ને બાજુ પુંડરીક સ્વામીની મૂર્તિ શ્રી આદિનાથ પ્રભુની કાઉસ્સગિયા તથા નમિ – વિનમીની પણ બે મૂર્તિઓ મુકાવી. અને પછી મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળું સમવસરણ બનાવ્યું. અને તેમાં ચારે દિશાએ ચાર પ્રકારના ધર્મને કહેતા ચઉમુખ પ્રભુ સ્થાપ્યા, પછી રાયણની જમણી બાજુ પ્રભુનાં પગલાં સ્થાપ્યાં, મંદિરમાં નાભિરાજા અને દેવી માતાની મૂર્તિ કરાવી. અને હાથી ઉપર મરુદેવા માતા મુક્તિ પામ્યાં તેવી મૂર્તિ કરાવી. પછી સુનંદા સુમંગલા માતા, જગપ્રસિદ્ધ બ્રાહ્મી અને સુંદરી તથા નવાણું ભાઇઓની મણિમય મૂર્તિ બનાવીને તીરથમાળ પહેરી અને પ્રતિષ્ઠા કરાવી, ગોમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવીને તીર્થનાં રક્ષક તરીકે સ્થાપ્યાં. આ રીતે ભરતરાજાએ પ્રથમ ઉદ્ધાર ક્ય. ભરતરાજાના સમયમાં શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરનારા, કરાવનારા સંઘપતિઓ નવાણું ક્રોડ – નેવ્યાસી લાખ અને ચોર્યાસી હજાર થયા હતા.
(૨) ભરતરાજાની પાટે આદિત્યયશા તેની પાટે મહાયશા, તેની પાટે અતિબલ, તેની પાટે બલભદ્ર, તેની પાટે બલવીર્ય, તેની પાટે કાર્તિવીર્ય. તેની પાટે જલવીર્ય અને આઠમી પાટે દંડવીર્ય નામે રાજા થયો. ભરતરાજા પછી પૂર્વ છ કોટી વર્ષે આઠમી પાટે દંડવીર્યરાજા થયો. તેણે શત્રુંજ્યનો બીજો ઉદ્ધાર કરાવ્યો. ઇન્દ્ર જેની પ્રશંસા કરી અને જેણે પોતાના પૂર્વજોનું નામ અજવાળ્યું.