________________
પાપોથી છુટકારો
૫૩
જે જીવે સોનાની ચોરી કરી હોય એના પ્રાયશ્ચિત્તમાં ચૈત્રી પૂનમના દિવસે શ્રી રાગુંજ્યમાં જઈ એક ઉપવાસ કરી નિર્મલ ભાવથી પ્રભુની પૂજા વગેરે રે તો તે જીવ તેના પાપથી છૂટી જાય છે.
જેણે પારકાનાં વસ્ત્રોની ચોરી કરી હોય તે આત્મા સાત આયંબિલ કરવાથી શુદ્ધ થાય છે. અને કાર્તિક માસમાં સાત દિવસ સુધી આયંબિલ અથવા ઉપવાસનું તપ કરતાં રત્ન ચોરવાથી જે પાપ લાગ્યું હોય તેનું તે પાપ ધોવાઈ જાય છે.
૦ કાંસા – પિત્તલ – તાંબા અને ચાંદીની અથવા તેનાં વાસણોની ચોરી કરી હોય તો શ્રી શત્રુંજય ગિરિમાં રહી સાત દિવસ સુધી પરિમુઢનું પચ્ચકખાણ કરે તો તે તેના પાપથી છૂટી જાય છે.
૦ જેણે – મોતી – પરવાલાં ને મંગિયા ચોર્યા હોય તે સ્ત્રી – પુરુષ શ્રી શત્રુંજ્યમાં જઈ (૧૫) આયંબિલ કરી. ત્રણે ટંક બધા આચારોનું પાલન કરે તો તેના પાપથી છૂટી જાય છે.
જે આત્માએ કોઇનું ધાન્ય – પાણી અને રસ (ઘી - દૂધ – દહીં – તેલ)ચોર્યા હોય તે આત્મા શ્રી શત્રુંજયમાં આવી યાત્રા કરી શ્રી શત્રુંજયની તળેટીમાં શુભ ભાવથી પૂ. સાધુ મહારાજને દાન આપે તો તે પાપથી છૂટી જાય છે.
જે આત્માએ બીજાનાં વસ્ત્રો અને આભરણો (દાગીનાઓ) ચોર્યા હોય તો તે આત્મા આ સ્થાનમાં આવી વહેલો ઊઠીને શ્રી આદિનાથ પ્રભુની પૂજા કરે તો તેના પાપથી છૂટી જાય છે.
o જે આત્માએ કોઇપણ રીતે દેવ અને ગુનું ધન હરણ કરી લીધું હોય તે આત્મા આ તીર્થમાં આવી ચોર્યું હોય તેના કરતાં વધારે દ્રવ્ય ખરચે. અને તે પાત્રોને (મંદિર–ગુને) બહુજ પ્રેમથી પાલન – પોષણ કરે તો તે પાપથી છૂટી જાય છે.
જે આત્માએ –ગાય – ભેંશ – બળદ – પૃથ્વી અને હાથી વગેરે ચોર્યા હોય તે આત્મા આ તીર્થમાં આવી તપ કરતાં અરિહંતનું ધ્યાન ધરતાં તે પાપથી છૂટી જાય છે.
છે જે આત્માએ બીજાનાં લખેલાં પુસ્તકો અને બીજાએ બનાવેલાં દેશસર પોતાના નામે જાહેર ક્ય હોય તે આત્માએ આ તીર્થમાં આવી છ માસી તપ કરતાં ને સામાયિકને કરતાં તે કરેલાં પાપથી છૂટી જાય છે.
છે જે આત્માએ કુંવારી કન્યા સાથે – પરિવ્રાજિકા (અન્યમતની સાળી) સધવા સ્ત્રી - વિધવા સ્ત્રી અને ગુરુની પત્ની સાથે મૈથુન સેવ્યું હોય તે આત્માએ આ તીર્થમાં આવી છમાસી તપ કરતાં આ પાપથી છૂટી જાય છે.
૦ જે આત્માએ ગાય – બ્રાહ્મણ – બાલક અને ઋષિની (મુનિની) હત્યા કરી હોય તે આ તીર્થમાં આવીને પ્રતિમાની આગળ કઠોર મનવડે પશ્ચાત્તાપ કરતાં તપવડે તે આત્મા શુદ્ધ થાય છે.