________________
શ્રી કુમારપાળ રાજાનો સંબંધ
૮૫
શ્રી કુમારપાળ રાજાનો સંબંધ
ਇਲਾਲਾਬਾਉਣਾਉਣਾਇਬਿਤਾਬਾਂਬਾਬਾਇਬਣਾਉਬਾਇਲਾਲਾਬਾਇਬਾਬਾਇਲਾਇਬਾਬਾ
क्षेत्रानुभावतो पूज्यैः, मुक्यद्रेमहिमा स्मृतः । ध्रुवं भावौधमुक्त्यर्थं, यात्रा कार्या दयाभृतैः ॥१॥
પૂજ્ય પુરુષોએ આ મુક્તિગિરિનો મહિમા ક્ષેત્રના અનુભાવથી કહેલો છે. તેથી દયાળુ પુરુષોએ આ ભવચક્રમાંથી મુક્ત થવાને માટે અવશ્ય યાત્રા કરવી જોઇએ. આના માટે કુમારપાલ રાજાનો સંબંધ – ખૂબજ પ્રેરણાદાયી છે.
(ઉપદેશ પ્રાસાદ ભાષાન્તર ભાગ ત્રીજો. વ્યાખ્યાન - નંબર – ૧૮૩ માંથી)
પાટણમાં કલિકાળ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ધર્મવાણીનો પવિત્ર ધોધ વહી રહ્યો હતો. તેઓશ્રીએ ઉપદેશ દેતાં હ્યું કે યૌવનમાં અને વૃદ્ધાવસ્થામાં અજ્ઞાનપણે જે પાપ કર્યું હોય તે સર્વ પાપ શ્રી સિદ્ધગિરિના સ્પર્શથી વિલય પામે છે.
એક વખત ભોજન કરનારો, ભૂમિપર સુનારો, બ્રહ્મચર્ય પાળનારો, ઈન્દ્રિયોને વશમાં રાખનારો, સમ્યગ દર્શનથી યુક્ત અને છ આવશ્યક (પ્રતિક્રમણ) કરનારે, શ્રી સિદ્ધાચલની યાત્રા કરે તો તે સર્વતીર્થની યાત્રાનું ફળ પામે છે.
હે કુમારપાળ ! ત્રણેય જગતમાં આ શ્રી સિદ્ધાચળ જેવું એક પણ મહાન તીર્થ નથી. પ્રથમ તીર્થંકરના પહેલા ગણધરના નામ ઉપરથી તેનું નામ પુંડરીક પડેલું છે. આ અંગે કહ્યું છે કે :
ચૈત્ર સુદિ પૂનમના દિવસે પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી પુંડરીક ગણધર જે તીર્થ નિર્મળ સિલૂિખને પામ્યા. તે પુંડરીક તીર્થ જયવંતુ છે. આથી ચૈત્રી પૂનમના દિવસે, દસ-વીસ-ત્રીસ-ચાલીસ અને પચાસ પુષ્પમાલા જે ચઢાવે છે તે અનુક્રમે એકબે-ત્રણ-ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે.
હે રાજન! શાસ્ત્રોક્ત વિધિથી ચૈત્રી પૂનમે દેવવંદન અને પુંડરીક ઉધાપન વગેરે ક્રિયા કથ્વી, યાત્રામાં પણ સંઘવી પદ ભાગ્યથીજ પ્રાપ્ત થાય છે. હે કુમારપાળ ! ઇન્દ્રાદિની પદવી સુલભ છે. પરંતુ સંઘપતિની પદવી દુર્લભ છે. શું છે કે આ સંઘ પ્રભુને પણ માન્ય અને પૂજય છે. તેવા સંઘનો જે અધિપતિ થાય તેને લોકોત્તર સ્થિતિવાળા જ સમજવો.
આચાર્યશ્રી પાસેથી શ્રીસિદ્ધાચળ તીર્થનો મહિમા સાંભળી કુમારપાળે સંઘ કાઢવાનો નિર્ણય ર્યો. આચાર્યશ્રીએ