________________
૮૩૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૩૬ દ્વિપ્રહર રામ બ્રાહ્મણ – જૈન ધર્મ પામી. શત્રુંજયનો સંઘ કાઢી વિશાલ જિનમંદિર બનાવી મતિયોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું, પછી અનુક્રમે વ્રત લઈ. સંયમ પાલન કરતા મિત્ર ને પત્ની સહિત મોક્ષે ગયા.
૩૭ કુલ ધ્વજ રાજપુત્ર દીક્ષા લઈ શાસ્ત્રો ભણી આચાર્યપદ પામી. શ્રી શત્રુંજ્ય ઉપર જઇ ઘણા સાધુસહિત ધ્યાનમાં તત્પર થયા. ત્યાં ઘણા સાધુ સહિત વલજ્ઞાન પામી કુલધ્વજ યતીશ્વર મોક્ષે ગયા.
૪ મદન રાજા પોતાનું રાજય પામી. પોતાના રાજયપર પુત્ર મલ્લદેવને સ્થાપન કરી હર્ષ વડેચંદ્રદેવ સૂરીશ્વર પાસે સંયમ ગ્રહણ કર્યો. ને શત્રુંજય પર્વત પર જઈ ધ્યાન કરતાં સર્વ કર્મની પરંપરાનો ક્ષય કરી મુક્તિને પામ્યા.
૩૯ પાંચ પાંડવોએ માતા કુંતી ને દ્રૌપદી સહિત દીક્ષા લીધી. અગિયાર અંગ ભણી તપમાં તત્પર બન્યા. હલ્પિ નગરમાં શ્રી નેમિનાથ પ્રભુનું મોલ ગમન સાંભળી પોતાના કર્મનો ક્ષય કરવા સિદ્ધગિરિઉપર જઇ વિવિધ તપ કરતાં પાંચ પાંડવો માતા સહિત અનશન ગ્રહણ કરી વીશ ક્રોડ મુનિઓ સાથે કર્મક્ષય કરી મોક્ષ પામ્યા.
૪૦ સાડા પાંચસો રાજપુત્રો પણ શ્રી રાગુંજ્યગિરિ ઉપર પાંડુપુત્રોની પછી કર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં ગયા.
૪૧ નિષ્પાયજ્યતિ શ્રી શત્રુંજયમાં આવી ત્યાં કર્મ ખપાવી લાખ સાધુઓ સાથે સારા દિવસે મુક્તિપુરીમાં પહોંચ્યા.
Aw
:* * * *
'
'y"
irrit 7 -
(II),
-