________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
R
ચંદ્રધન નામના જિનેશ્વર પણ ઘણા સાધુઓ સાથે શ્રી શત્રુંજ્ય પર આવીને મોક્ષે ગયા.
૩
શ્રી અનંત નામના જિનેશ્વર પ્રભુ આયુષ્યના અંત સમયે શ્રી શત્રુંજય તીર્થપર આવીને મોક્ષે ગયા.
૪ ગઈ ચોવીશીના સંપ્રતિ નામના જિનેશ્વરના પ્રથમ ગણધર શ્રી દંબ સ્વામી એક ક્રોડ મુનિઓ સાથે શ્રી શત્રુંજ્યમાં આવી મોક્ષે ગયા.
૫ એક્વાર શ્રી આદીશ્વર પ્રભુની હાજરીમાં શ્રી શત્રુંજ્ય પર –૧- લાખ સાધુઓ ક્વલજ્ઞાન પામીને મોલે ગયા. બીજીવાર પણ ભવ્યજીવોના લ્યાણ માટે શ્રી શત્રુંજય તીર્થપર પધાર્યા ત્યારે પ૦,00, પચાસ હજાર સાધુઓ જ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રમાણે અસંખ્યવાર – પૂર્વ નવ્વાણુંવાર શ્રી આદીશ્વર પ્રભુએ શ્રી શત્રુંજય તીર્થ ઉપર પધારી દેશના દઈ અનેકાનેક ભવ્ય જીવોને મોક્ષ પમાડયા.
શ્રી અજિતનાથ ભગવાને જયારે ધર્મ દેશના આપી ત્યારે ત્રણ લાખ સાધુઓ આ સિદ્ધપર્વત પર મોશે
૬ ગયા હતા.
૭ ચંદ્રાવતી નામની શ્રેષ્ઠી પુત્રી પ્રભુની સન્મુખ સતત તપને ધ્યાનથી જ્વલજ્ઞાન પામીને મોક્ષપુરીમાં ગઈ અને શ્રી સંભવનાથ પ્રભુની વાણી સાંભળી ક્ષીણ કર્મવાલા બની બીજા ઘણા જીવો પણ મોક્ષે ગયા.
૮ મંડન નામના શ્રેષ્ઠી શ્રી શત્રુંજ્યમાં શ્રી આદિનાથ પ્રભુને નમન કરવા આવ્યા. ત્યાં પ્રભુની પૂજા કરતાં ક્વલજ્ઞાન મેળવીને આ ગિરિના શિખર ઉપર કર્મના ક્ષયથી મોક્ષે ગયા.
૯ ચંદ્ર નામનો વણિક માથા પર ભાર ઊંચકીને જીવનનિર્વાહ કરતો હતો. તેમસ્તક વડે પ્રભુને પ્રણામ કરીને અચલ એવા શ્રી શત્રુંજયમાં ક્ષીણ કર્મવાલો બની મોક્ષ નગરીમાં જાય છે.
૧૦ વીર શ્રેષ્ઠી બુદ્ધિથી જુદા જુદા પ્રકારની રચના વડે ભગવાનની પૂજા સ્તો શ્રી શત્રુંજયમાં આવીને પંચમ ક્વલજ્ઞાન પામીને ઘણા જીવોને ધર્મમાં જોતાં ઘણા તપસ્વીઓ સાથે શ્રી શત્રુંજયમાં મોક્ષે ગયા. આ પ્રમાણે શ્રી અભિનંદન સ્વામી પાસે દેશના સાંભલીને ઘણા ભવ્ય જીવો શ્રી સિદ્ધપર્વતના શિખર ઉપર મોક્ષે ગયા.
૧૧ હર નામનો ભારવાહક મસ્તક વડે ઉપાર્જન કરેલી લક્ષ્મીને ધર્મત્યમાં વાપરતો સર્વશ એવા અભિનંદન સ્વામીની સેવા કરતાં દીક્ષા લીધી અને સર્વકર્મના ક્ષયથી શ્રી સિદ્ધપર્વતપર મોક્ષે ગયા.
૧ર શ્રી સુમતિનાથ ભગવાન શ્રી સિદ્ધાચલ પર સમવસર્યા અને ત્યાં સ્થિરતા કરી તે દરમ્યાન બે લાખ સાધુઓ આઠ કર્મ ખપાવી મોલમાં ગયા.
૧૩ હસ્તિ નામનો વણિક પુત્ર પ્રભુ પૂજાના નિયમના ફલમાં મળેલા વરદાનથી બુદ્ધિરાલી બનતાં રાજાનો