SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી શjજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ હોય? તેવા ભ્રમમાં આકાશગંગા નીચે ઊતરી હોય તેવાં જિનમંદિરો શોભે છે. ૫ – ભવજલ તરવા જહાજ: કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જમ ભરદરિયે વિમલગિરિ જાવા નવ્વાણું કરિયે " સંસાર સમુદ્ર –ભવ સમુદ્રને તરવા માટે આ તીર્થ મોટું જહાજ નહિ હોય?તેમ આ તીર્થ શોભે છે. કલિકાલમાં આ તીર્થ ખૂબજ મોટું છે. ભર રિયે રહેલા માણસને જેમ વહાણ પાર ઉતારે તેમ આ તીર્થ છે. આ શ્રી શત્રુંજયનામનો પર્વત સદાકાલ માટે સ્થિર ને શાશ્વત છે. સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને કરી જવા માટે હોડી (નૌકા) જેવો છે. જલચર – ખેચર – સવે, પામ્યાં આતમ ભાવ, તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલે તારણ નાવ, જેના પ્રતાપે જલચર જીવો. બેચર જીવો, તિર્યંચ જીવો વગેરે સર્વે પોતાના આત્મભાવ પામ્યા છે. માટે ભવજલ તરવા નાવડી જેવા તીર્થને નમીએ. ૬- માનું તીરથ એ થંભ:-જગતનાં બધાંય તીર્થોમાં આ તીર્થ ખૂબજ મોટું છે. એટલે આ તીર્થને તીર્થ સ્તંભ કહેવાય છે ૭ – શિવ મંદિર ચઢવા કાજ, સોપાનની પંક્તિ બિરાજે:- આ ગિરિરાજ પર ચઢવાનાં પગથિયાં એ કાંઈ પગથિયાં નથી, પણ એતો મોક્ષ મંદિરમાં ચઢવામાટે- જવા માટે ગોઠવેલાં પગથિયાં છે. જેના દ્વારા ઉપર ચઢી આરાધના કરતાં કર્મ ખપાવી આત્મા સિસ્થિાનમાં જઇ શકે છે. મુક્તિ - મંદિર સોપાનસસુંદર ગિરિવર પાજ," તે તીર્થેશ્વર પ્રણમિય, લહિયે શિવપુર રાજ છે આ ગિણ્વિરની સુંદર પાક પાગ –પગદંડી –મુક્તિ મંદિરના સોપાન જેવી છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ ને શિવપુરનું સામ્રાજ્ય મેળવીએ. જાણે સદગતિની નિસરણી ન હોય તેવા એ ગિરિરાજ પર પુંડરીક વગેરે ભવિ આત્માઓ ચઢે છે. ને સદગતિને પામે છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy