________________
૮૧૬
શ્રી શર્ણય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
ક્વલ જ્ઞાનીઓ) બોલે છે. અને તેઓ એમ કહે છે કે ત્રણે ભુવનમાં આ શ્રી શત્રુંજયની તોલે કઈ નથી. (ર૦)
એ તીરથ સંખ્યા મેં કહી, શત્રુંજયગિરિ કેરી, જે નરનારી ભણે ગુણે, તસ ટાલે ભવ ફેરી, સંકટ વિક્ટ સવિ ટલે, શત્રુજ્ય ગિરિ નામે
સજ્જ કર્મનો ક્ષય કરી, તે શિવપુરી પામે –ર૧ – આ તીર્થ શ્રી શત્રુંજયમાં પ્રતિમા – મંદિશ –દેરીઓ – થાંભલાઓ ઘુંમટીઓ વગેરેની સંખ્યા મેં કહી છે. તેને જે પુરુષ અથવા સ્ત્રી રોજ ભણશે અથવા સાંભળશે તેના ભવનો ફેરો ટળી જશે શ્રી શત્રુંજય તીર્થના નામે બધાં સંકટો ને દુઃખો ટળી જાય છે. બધાં કર્મોનો ક્ષય થઈ જાય અને તે જીવ શિવનગરને પામે છે. (૨૧).
તપગચ્છનાયક ગુણનીલો, ગુરુ હીરજી રાયા, મનમોહન વિજ્યસેન સૂરિ તેહના પ્રણમું પાયા, વિમલ હરખ શિષ્યપ્રેમ વિજય, કહે નિસુણો દેવ,
ભવ ભવ ગિરિતણી, મુજને દેજો સેવ - ૨૨ - તપગચ્છ નાયક ગુણનીલા ગુરુ મહારાજ શ્રી હીરસૂરજી મ. તેમના શિષ્ય (જે) મનમોહન વિજ્ય અને વિજ્યસેન સૂરી.મી છે. તેમનાં ચરણ કમલને હું વંદન કરું છું. તેમના શિષ્ય વિમલહર્ષ અને તેમના શિષ્યપ્રેમવિજયજી કહે છે કે હે વીતરાગ પરમાત્મા દેવ તમે મારી વિનંતી સાંભળો. મને ભવો ભવમાં શ્રી શત્રુંજયગિરિની સેવા મલો. (રર)
( વી વી તો
ઈમ થયો સ્વામી મુક્તિગામી, આદિજન જગદેવ એ, નિત્ય નમે સુરનર અસુર વ્યંતર, કરે અહોનિશ સેવ એ, જે ભણે ભક્ત ભલી યુક્ત, તસઘર યે જ્યકારએ,
કહે કવિયણ સુણો ભવિય, જિમ પામો ભવપાર એ. - ૨૩ - આ રીતે મુક્તિને પામેલા એવા આદિ જિનેશ્વરની સ્તુતિ કરી.જે પ્રભુને હંમેશાં દેવતા –મનુષ્યો –અસુરે ને ચંતો નમે છે. અને તેમની સેવા કરે છે. જે ભાવિક આત્મા સુંદરભાવને ભક્તિપૂર્વક આ સ્તવન ભાણો તેના ઘરે જય જયકાર થશે. આ સ્તવનના ર્તા કવિ કહે છે કે હે ભવિ જીવ! તમે સાંભળો ને ભવના પાને પામો. (૨૩)
....