________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
COC
કરમા શાહે જસ લીધો, ઉદ્ધાર સોલમો કીધો.
- ૮
ઈણ ચોવીશએ વિમલગિરિ, વિમલવાહન નૃપ આદરી,
દુપ્પસહગુરુ ઉપદેશે, ઉદ્ધાર છેલ્લો કરશે.
– ૯ –
એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહંત,
લક્ષ્મી લહી વ્યય કરશે, તસ બહુભવ કારજ સરશે.
– ૧૦ –
ઢાળ - અગ્યારમી
(માઇ ધન્ય સુપનતું એ દેશી) ધન્ય ધન્ય શત્રુંજયગિરિ, સિક્ષેત્ર એ ઠામ,
કર્મક્ષય કરવા, ઘરે બેઠા જપે નામ
– ૧ –
ચોવીશીએ ઘણગિરિ, નેમ વિના ગ્રેવીશ,
તીરથ ભૂમિ જાણી, સમોસર્યા જગદીશ.
--
પંડરીક પંચ કોડી. દ્રાવિડ વારિખિલ્લ જોડ કાર્તિક પૂનમે સિધ્યાં, મુનિવરશું દશ લેડ
- ૩ -
નમિ – વિનમી વિદ્યાધર, ઘેય કોડી મુનિ સંયુત,
ફાગણ સુદિ દશમી, ઇણગિરિ મોલ પહંત
– ૪
શ્રી ઋષભવંશી નૃપ, ભરત અસંખ્યાતા પાટ;
મુકત અને સર્વાર્થેએહ ગિરિ શિવપુર વાટ
- ૫ -