________________
શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસ થી સિદ્ધાચલજીનો ઉદ્ધાર.
૭.
ઢાળ- પાંચમી
(રાગ - ધના શ્રી - નક કમલ પગલાં હવે એ)
નયરી અયોધ્યાથી સંચર્યા એ,
લેઈ લેઇ રિદ્ધિ અશેષ, ભરતનૃપ ભાવશું એ
રાત્રુંજય યાત્રા રંગ ભરેએ, આવે આવે ઉલટ અંગ – ભરત –૧–
આવે આવે ઋષભનો પુત્ર – વિમગિરિ યાત્રાએ એ.
લાવે લાવે ચક્વર્તીની ઋદ્ધિ ભરત,
મંડલિક મુકુટબદ્ધ ઘણાંએ, બત્રીસ સહસ નરેશ. – ભરત
-૨ -
ઠમ ઠમ વાજે છંદશંએ લાખ ચોરાશી નિશાન,
લાખ ચોરાશી ગજતુરી એ. રને જડીત પલાણ – ભરત
–૩–
લાખ ચોરાશી રથ ભલાએ, વૃક્ષભ ધોરી સુકુમાલ
ચરણે ઝાંઝર સોના તણાએ કેટે સોવન ઘૂઘરમાળ – ભરત –૪ -
(મોહનરૂપ દિશે ભલાએ સવાકોટી પુત્ર જમાવ, ભરત – )
બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષ,
દીવીધરા પંચ લાખ ક્યા એ, સોલ સહસ સેવા કરે યક્ષ, ભરત –૫ –
દશ કોટી અલંબ ધજાધરાએ, પાયક છનું કેડી,
ચોસઠ સહસ અંતે ઉરીએ, રૂપે સરખી જોડી _ભરત