________________
સાત વાહન રાજાના ઉતારની ક્યા
૪૮૯
आदिसार्वादि बिम्बानि - मणिरत्नैश्च हेमभिः । रुप्यैः काष्ठै दृषद्भिर्वा - मृदा वा भावशुद्धितः ।। एकागुष्ठादिसत् सप्तशताङ्गुष्ठावधि प्रभोः। य: कारयति बिम्बानि - मुक्तिश्रीस्तस्य वश्यगा। एकागुलमितं बिम्बं - निर्मापयति योऽर्हताम्।
एकातपत्रसाम्राज्यं, - लभते स भवान्तरे। શ્રી શત્રુંજય તીર્થને વિષે સંઘસહિત જેણે યાત્રા કરી છે તેને દેવલક્ષ્મીને મોક્ષલક્ષ્મી દુર્લભ નથી. શ્રી શત્રુંજયગિરિ ઉપર ગુરને વસ્ત્ર અન્ન અને જલનાં દાનવડે અને તેની ભકિતવડે આ લોક ને પરલોકમાં સર્વ સંપત્તિ થાય છે. શ્રી શત્રુંજયનામના તીર્થને વિષે જેઓ પ્રાસાદ અને પ્રતિમાઓ કરાવે છે તે પુષ્ય જે જ્ઞાની હોય તેજ જાણે.” જે (જીવ) આદિનાથ આદિ સર્વનાં બિંબ ભાવની શુદ્ધિથી-મણિ-રત્ન સુવર્ણપા-કાષ્ઠને પથ્થરવડે અથવા તો માટી વડે એક અંગૂઠાથી માંડીને ૭૦૦-અંગૂઠા પ્રમાણ-પ્રભુનાં બિંબો જે કાવે છે તેમને મુક્તિલક્ષ્મી વશ થાય છે. જે એક આંગળ પ્રમાણ અરિહંતોનું બિંબ કરાવે છે. તે ભવાંતરમાં એક છત્રીય સામ્રાજય પામે છે. આ પ્રમાણે સાંભળી શુભચિત્તવાલો સાતવાહન રાજા ઘણા સંઘજનો સહિત શ્રી સિદ્ધિગિરિ ઉપર યાત્રા કરવા માટે ચાલ્યો. તે સંઘમાં શ્રેષ્ઠ સુર્વણમય-૬૦-દેવાલયો હતો. લાકડાંનાં સો દેવાલયો હતાં. ને લાખ પ્રમાણવાલા શ્રાવક કુટુંબો હતાં, ૯૯-લાખ નિર્મલ શ્રાવકો હતા. અને સો સંખ્યાવાલા આચાર્યો જિનેશ્વરને નમન કરવા માટે ચાલ્યા, શ્રી શત્રુંજયગિરિઉપર જઈને સંઘજન સહિત રાજાએ ખાત્રપૂજા વગેરે સમસ્ત અદભુત પુણ્ય કર્યું. સાતવાહન રાજાએ કંઈક પડી ગયેલા પ્રાસાદને જોઈને ઘણી લક્ષ્મીનો વ્યય કરી સારા દિવસે ઉદ્ધાર ક્યું. તે પછી રેવતતીર્થમાં જઈને સંઘસહિત રાજાએ શ્રી નેમિનાથ જિનેશ્વરનો નાત્ર આદિ ઉત્સવ ર્યો. અનુક્રમે પોતાના નગરમાં આવીને “સાતવાહન" નામનું સુંદર-બોતેર દેવકુલિકા (દરી) થી યુક્ત જિનાલય કરાવીને મૂલનાયક તરીકે શ્રી ઋષભદેવપ્રભુને સ્થાપના ક્યું. તે પછી રાજાએ દેરીઓમાં(બીજા) જિનેશ્વરોની સ્થાપના કરી. સાતવાહન રાજાએ પોતાના દેશમાં ને પરદેશમાં આકાશને અડે તેવા ઊંચા જી, પ્રાસાથે કરાવ્યા.
સાતવાહનરાજાના ઉભારની કથા સંપૂર્ણ