________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ચારે ક્ળશોમાં જ દરેકમાં તમારા માટે છે. તે હે મંત્રીશ્વરો ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા તમે સાંભળો. પહેલાં કળશમાં સોનુંછે. બીજામાં કાળી માટી છે. ત્રીજામાં છેતરાં છે. અને ચોથા ફ્ળશમાં હાડકાં જોવાયાં છે.
૪૮
કોઇ પુરુષે આ વિવાદ ભાંગ્યો નથી. ત્યારે સાતવાહનેજ તેઓનો વિવાદ ભાંગ્યો. જેના ક્ળશમાં સોનું હતું તે બધું સોનું લે. જેના ઘડામાં માટી હતી તેનાં બધાં ખેતરો. જેના કુંભમાં છોતરાં હતાં તે નિશ્ચે સર્વ ધાન્ય લે, જેના ઘડામાં હાડકાં છે. તે દ્વિપદ ને ચતુષ્પદ પ્રાણીઓ લે.
તેઓના વિવાદ ભાંગવાથી લોકોમાં તેની પ્રસિદ્ધિ થઇ. અનુક્રમે પ્રતિષ્ઠાનપુરમાં માટીમય અશ્વ વગેરે કરી કરીને તે રાજા થયો છે. તેણે પોતાના હાથના પરાક્રમવડે ઘણા દેશોને સાધ્યા. તેને વાત્સલ્ય કરનારા હંસ ને વત્સ નામે બે પુત્રો થયા. તે બન્નેએ આ રાજાનું સર્વવૃત્તાંત જાણ્યું
એક વખત ગોદાવરીના કિનારે જેટલામાં સાતવાહન આવ્યો તેટલામાં પાણીમાંથી માછલાએ નીક્ળીને ઘણું હાસ્ય કર્યું. રાજાએ ક્હયું કે હે મત્સ્ય! તારાવડે હાસ્ય કેમ કરાય છે ? માલાએ કહયું કે રમાનગરીમાં સોમ અને ભીમ સગાભાઇઓ હતા. તેઓ ગરીબ હતા જંગલમાંથી લાકડાં લાવીને વેચીને હંમેશાં પોતાનો નિર્વાહ કરતા હતા.
તે વખતે લાકડાં માટે વનમાં ગયેલા આપવડે સાધુને માસક્ષમણના પારણે ભાવથી સાથવો અપાયો. તે દાનના પુણ્યવડે તું અહીં રાજા થયો છે. તેથી ધન હોય તો પ્રાણીએ આદરથી દાન આપવું જોઇએ. રાજાએ ક્હયું કે હે મત્સ્ય તને મારી કઇ ચિંતા ? માછલાએ કહયું કે તેં જ્યારે પૂર્વભવમાં દાન આપ્યું હતું તે વખતે તેં સાધુને આપેલા દાનની મેં અનુમોદના કરી હતી. આથી હું દેવ થઇને તને જણાવવા માટે આવ્યો છું.
રાજા ક્યે છે કે મારી પાસે સોનું અને તેવા પ્રકારની લક્ષ્મી નથી, દેવે કહયું કે નદીના આ સ્થાને ગૃહની પાસે સોનાને કરનારો રસ છે. હે રાજા ! તે તું ગ્રહણ કર. પૂર્વભવના સ્નેહથી મેં અહીં આવી તમને જણાવ્યું છે. તે પછી તે રસમાંથી રાજા ઘણું સોનું બનાવીને યાચકોને ઇચ્છા મુજબ હર્ષપૂર્વક દાન આપે છે.
એક વખત નગરના ઉદ્યાનમાં શ્રી કાલિકાચાર્ય જ્યારે ગયા ત્યારે રાજા વંદન કરવા માટે આવ્યો. ધર્મદેશનાને કરતાં શ્રી કાલિકાચાર્યે રાજાની આગળ આ પ્રમાણે શ્રી શત્રુંજયનું માહાત્મ્ય યું. યું છે. કે :
श्री शत्रुञ्जये तीर्थे - यात्रा सङ्घसमन्वितः । चकार तस्य गीर्वाण - शिवश्री र्नहि दुर्लभा ॥ वस्त्रान्नजलदानेन, गुरोः शत्रुञ्जये गिरौ । तद्भक्त्याऽत्र परत्रेह - जायन्ते सर्वसम्पदः ॥ શત્રુજ્ઞયાભિષેતીર્થે પ્રાસાદ્રાર્ - પ્રતિમાજી મે कारयन्ति हि तत्पुण्यं ज्ञानिनो यदि जानते ।।
-
9