________________
થી તીર્થમાલાસ્તવન
મોક્ષ બારી નામે અછે. વિસરામી રે. તિહાં પેસી નિક્સો સંત નમું શિરનામી રે,
૧૨
તીરથની ચોકી કરે, વિસરામી રે
વળી સંઘ તણી રખવાલ નમું શિરનામી રે,
કરમાશાહે થાપીઆ (સં–૧૫૮૭) વિસરામી રે, સહુ વિધન રે વિસરાલ નમું શિરનામી રે. ૧૩
સઘલે અંગે શોભતાં વિસરામી રે. ભૂષણ ઝાક ઝમાલ નમું શિરનામી રે ચરણાં ચોલી પહેરણે. વિસરામ રે, સોહે ઘાટડી લાલ ગુલાલ નમું શિરનામી ૨, ૧૪ . ચતુરભુજ ચકેશ્વરી, વિસરામી છે. તેહના પ્રણમી પ્રાય નમું શિરનામી રે.
* સક્લ સંઘ ઓળગ કરે, વિસરામી રે
બુધ અમૃત ભર ગુણગાય નમું શિરનામી રે ૧૫
ઢાળ - છટકી
XXXXX
(ભવિતુએ વંદોરે, શંખેશ્વર જિનરાય – એ દેશી)
ભવિ તમે સેવો છે. એ જિનવર ઉપગારી; કો નહિ એહવો, તીરથમાં અધિકારી. (એ આંણી)
હાથી પોલથી ઉત્તર શ્રેણિ, જિનધર જિનજી છાજે;
સમોસરણ સુંદર છે તેહમાં, પ્રતિમા પ્યાર વિરાજે.
ભવિ – ૧
સમોસણ પછવાડે દેહરી, આઠે અનોપમ સોહે,
વીસ જિનેસર તેહમાં બેઠા, ભવિયાણનાં મન મોહે.
ભવિ – ૨
રતનસીંધ ભંડારી જેણે, કીધું દેવલ ખાસ;
તિહાં જિનચ્ચાર સંઘાતે થાપ્યાં, વિજય ચિંતામણ પાસ; ભવિ – ૩