________________
૭૯
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
ઢાળ – ત્રીજી
(મુનિ સુવ્રતજિન અરજ હમારી એ દેશી )
એક દિશાથી જિનઘર સંખ્યા, જિનવરની સંભળાવું રે;
આતમથી ઓળખાણ કરીને; તે અહિઠાણ બતાવું રે.
ત્રિભુવન તારણ તીરથ વંદે.
રાયણની દક્ષિણની પાસે, દેહરી એક ભલેરી રે;
તેમાં ચઉમુખ – (૨ ) ઘેય જુહારૂં, ટાળું ભવની ફેરી રે ચોમુખ સર્વ મલીને છુટાં, વીસ (૨૦ ) સંખ્યાએ જાણો રે,
છુટી પ્રતિમા આઠ જુહારી, કરીને જન્મ પ્રમાણો રે.
સંઘવી મોતીચંદ પણીનું, સુંદર જિન ઘર સોહેરે
તિહાં પ્રતિમા ઓગણીસ (૧૯ )જુહારી, હિયડું હખિત હોય રે
શ્રી સમ્મેત શિખરની રચના, કીધી છે ભલીભાંતે રે;
વીસ જિનેશ્વરના પગલાં વ, બાવીસ જિન સંધાતેરે કુશળબાઇના ચોમુખ માંહિ, સિત્તર જિન સોહાવેરે,
અંચલગચ્છના દેહરા માંહે, બત્રીશ જિનજી દેખાવે રે,
શા મુલાના મંડપ માંહે, છેતાલીશ જિમુંદારે, ચોવીશવટો તિહાં એક છે, પ્રણમું પરમાણંદો રે,
- ૧ -
૨ –
3
-૪ -
૫ -
૬