SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦- ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે પ આ અવસર્પિણીના ચોવીશ તીર્થરોમાંથી નેમિનાથ સિવાયના ત્રેવીશે તીર્થકરો આ ગિરિરાજની પુણ્યભૂમિમાં પધાર્યા છે.આ તીર્થ આત્માનાં પરિણામોને શુદ્ધ કરનાર છે. તે તીર્થસ્વરને પ્રણામ કરીએ. નમિ નેમિ જિનઅંતરે, અજિતશાંતિસ્તવ કીધ: તે તીર્થેશ્વર પ્રણમિયે, નંદિષણ પ્રસિદ્ધ –ખ – ૮૧ – જેગિરિરાજ પર નમિનાથ અને નેમિનાથ ભગવાનના વચલા સમયમાં શ્રી નંદિષણ મુનિએ શ્રી અજિતશાંતિનું સ્તવન બનાવ્યું. તે વાર્તા પ્રસિદ્ધ જ છે. (આ દેરી હાલ નવટુંકુમાં છે.) તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. ગણધર –મુનિ ઉવજઝાય તિમ, લાભ લલ્લા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમિય, જ્ઞાનઅમૃતરસ ચાખ; –ખ –૮૨ - આ તીર્થરાજની ભૂમિમાં ગણધરો –મુનિઓ – ઉપાધ્યાય વગેરે કેટલાય લાખો જીવોએ લાભ લીધો છે. અને અમૃતરસને ચાખ્યો છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. નિત્ય ઘંટા – ટંકારવે, રણઝણે સ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિય, ઇંદુભિ માદલ વાદ -ખ- ૮૩ – જે તીર્થ ઉપર હંમેશાં જિનમંદિરોમાં ઘંટારવ ઝલ્લરીનાદ – દુભિનાદ – માદલનાદ વગેરે થાય છે. તે તીર્થેશ્વરને ભાવપૂર્વક પ્રણામ કરીએ. જેણે ગિરિ ભરત નવેસરે; કીધો પ્રથમ ઉદ્ધાર તે તીર્થેશ્વર પ્રણમિય, મણિમય મૂરતિ – સાર; –ખ ૮૪ - જે ગિરિરાજ ઉપર જે ગિરિરાજનો પ્રથમ ઉદ્ધાર ભરત ચક્રવર્તીએ કરાવ્યો. અને આદીશ્વર ભગવાનની મણિમય મૂર્તિઓ ભરાવીને સ્થાપન કરી તે તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ. ચોમુખ – ચઉગતિ દુઃખ હરેસોવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખદાતાર; ખ –૮૫ - શ્રી ભરત ચક્વર્તીએ આ શ્રી શત્રુંજયના ઉદ્ધારામાં એક વખત સુવર્ણમય – ચૌમુખ જિન મંદિર બનાવ્યું હતું
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy