________________
૪૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
અનંતભદ્ર પામે જિહાં, અનંતજીવ તપકાર;
સુભદ્રગિરિ નામે નમો, મોલ સુભદ્ર દેનાર;
–૧૭
તીર્થ આરાધક જીવને, આપે મુક્તિવિલાસ,
-૧૮
નદી શેત્રુંજી સ્પર્શીને, સેવો ભાવે લાસ; ગઈ ચોવીશી નિર્વાણી જિન, તાસ દંબ ગણધાર; મોક્ષે ગયા તસ નામથી, કદંબ નમો ગિરિસાર;
-૧૯
જ્યાં કર્મમળ દૂર કરી, ઉજજવલ થયા અનંત;
તે ઉજજવલગિરિને નમો, ઉજજવલ કરે સવિસંત;
–ર–
સર્વઇચ્છા પૂરે સદા, નર-સુર- સમૃદ્ધિકાર; તિણે સર્વકામદાયક નમો, અંતે મોક્ષદાતાર
–૨૧
- કળશ -
|
શ્રી સિદ્ધિગિરિ એક્વીશ નામે નમી મુંબઈપુરી સંતવ્યો;
નમો તીર્થ ભવ્ય અનંતતારક, વાસુપૂજય પદ શિર ધર્યો:
બે હજાર સાડત્રીશ કાર્તિકસુદિ અગિયારસે મુલુંડ રહી; કહે અચલગચ્છાધિપતિ આર્ય લ્યાણ, ગૌતમ નીતિગુણસૂરિસહી. (૧) ૧૪ નંબના દુહામાં સદંતનો અર્થ શું કરવો તે વિચારવું.