________________
૭૩૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
દ્રાવિડને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર;
(૩)
તિણ કારણ કાર્તિક દિન, સંઘ-સક્લ–પરિવાર,
(૪)
આદિવ સન્મુખ રહી,ખમાસમણ બહુ વાર; એક્વીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન,
“શત્રુંજય" શુકરાજથી, જનક-વચન –બહુમાન, (૫)
સિદ્ધાચલ સમરું સદા – (૧)
સોરઠ દેશની અંદર આવેલા શ્રી સિદ્ધાચલને હું યાદ કરું છું. ચોરાશી લાખ જીવાયોનિમાં કિમતી એવા મનુષ્ય ભવને પામીને ચક્ષેત્રમાં અત્યંત કિમતી એવા શ્રી શત્રુંજયને હજારોવાર વંદન કરું છું. (૧)
જેમ જિનમંદિરમાં પ્રભુ પૂજા માટે સાત શુદ્ધિઓ જોઈએ તેમ અહીં પણ શ્રી શત્રુંજયની પૂજા ને આરાધનામાં આ સાત શુદ્ધિઓ જોઈશે.સહુથી પ્રથમ–શરીરની શુદ્ધિ- પછી વસ્ત્રની શુદ્ધિ-પછી મનની પવિત્રતા પછી ભૂમિની પવિત્રતા ને સ્વચ્છતા – પછી પૂજાનાં ઉપકરણો સારાંને સ્વચ્છ જોઈએ અહીં વાપરવા માટેનું દ્રવ્ય – ન્યાયથી ઉપાર્જન કરેલું જોઈએ. અને છેલ્લે વિધિની શુક્લા એટલે વિધિપૂર્વક પૂજા વગેરે કરવાનાં છે. (૨)
કાર્તિકસુદિ પૂનમના દિવસે દશક્રોડ સાધુના પરિવાર સાથે દ્રાવિડ અને વારિખિલ્લ આ તીર્થમાં સિદ્ધ થયા છે.
તે કારણથી કાર્તિકસુદિ પૂનમના દિવસે સલસંઘ પરિવાર સાથે આદિદેવ જિનેશ્વરની સન્મુખ રહી –૨૧-૧૦ખમાસણ આપે છે. (૪)
(કાર્તિક સુદિ પૂનમના શ્રી શત્રુંજયની યાત્રા ખુલ્લી થાય એટલે તે દિવસે ગામમાં રહેલો ચતુર્વિધ સંઘ ગિરિરાજની સન્મુખ ગામ બહાર જઇ પટ બાંધી ગિરિરાજનું ચૈત્યવંદન-ખમાસમણ વગેરે કરી તીર્થયાત્રાની ભાવનાને સાક્ષાત કરે છે.)
આ ગિરિરાજના મોટાં મુખ્ય ને પ્રચલિત ર૧ – નામો છે. તેમાં પહેલું “શત્રુંજય” નામ લીધું છે. શુકરાજાનું રાજય જ્યારે જતું રહ્યું હતું ત્યારે પિતા એવા સાધુ મહારાજને શકરાજાએ પૂછેલ ત્યારે તેઓએ કહ્યું હતું કે તું છ મહિના સુધી શ્રી શત્રુંજયનું ધ્યાન કર, તે પ્રમાણે છ મહિના સુધી ધ્યાન કરતાં પહેલાં તેનો દ્રવ્યશત્રુ નાસી જાય છે. અને પછી પોતાના ભાવ શત્રુઓ-કર્મો નાશ પામે છે. માટે આ ગિરિરાજનું “શ્રી શત્રુંજય” એવું નામ પાડવામાં આવ્યું.