________________
શ્રી શત્રુંજ્યગિરિનાં - ૨૧ - નામના દુહાઓ
૭૩૩
૪ – ભાગીરથ :- ભાંગે જિહાં સંસારનો. અવિરતિ રથ ઉદ્દામ;
ચોથું શત્રુંજય તણું ભાગીરથ એણે નામ; ૫ રૈવત ગિરિ :- પંચમ ટૂંકુ રૈવતગિરિ, તેણે રૈવત એહ નામો
પંચમ એહ સોહામણું, પંચમ ગતિને કામો:
૬- તીરથરાજ:- સહુ તીરથમાં એ વડુ રાજા સમ અભિરામ;
તીરથરાજ એ ગિરિતણું તિણે કુંવર નામ;
૭ –સિદ્ધક્ષેત્ર :-
કાંકરે કાંકરે સિદ્ધ થયા, કોડિ અનંત નિકામ રે;
સિક્ષેત્ર તિણે સાતમું જાણો એહનું નામ,
૮-કામુક :
કામિત આપે જે ગિરિ, કરતાં જાસ પ્રણામ રે;
૯ – ઢંક:
સેવંતા સુખ ઊપજે, તિણે વ્હામુક " આઠમું નામ આદિત્યકાંત એક લાખથી, સૂર્યયા સુત જેહરે; વરિયા જેહ નિજ તત્વને, “ ટૂંક ” નામ ગુહ ગેહરે; hડ જલ સેવા કરે, નિત નિત થઈ સાવધાન રે.
૧૦ – કપર્દી:-
દશમું કપર્દી " નામરે, કરે તસ ગુણગાન રે;
૧૧ – લોહિત :- લોહિત ટૂકુ છે એહની, તિણે લોહિત પણ નામ,
એકાદશમું અતિ ભલું કીજે તાસ પ્રણામ રે ૧૨ - તાલધ્વજ :- તાલધ્વજ વળી બારમું શેત્રુંજાનું અભિયાન રે;
સંસારી તેહને નમી, કીજે જન્મ પ્રમાણ રે