________________
૭૦૦
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ નામના પુસ્તકમાં જણાવ્યા મુજબ “બાપે આપેલી જાગીર ઓછી પડવાથી રિસાઈને ગુજરાત છોડીને હિન્દુસ્તાનમાં ચાલ્યો ગયો હતો "
કેટલાક નોકરોને પણ તે સાથે લઈ ગયો હતો. દેશાટન કરતાં કરતાં એક દિવસ તે ચિત્તોડ પહોંચ્યો.
જોગાનુજોગ તે સમયે તેની પાસે વાટખર્ચ ખૂટી ગઇ હતી. પૈસાની જરૂર હતી. તેથી મોટા વેપારીની શોધ કરતાં દેશી કર્મશાનું નામ સાંભળીને તેની દુકાને પહોંચ્યો. ત્યાં કરોડો રૂપિયાનું કાપડ આવતું જતું હતું. બહાદુરશાહે ત્યાંથી કાપડની ખરીદી કરી અને વાટ ખર્ચા માટે પૈસાની માંગણી કરી. કર્માશાએ સ્વપ્નમાં ગોત્રદેવીના સૂચવ્યા મુજબ પોતાની ઈષ્ટાર્થ સિદ્ધિ આનાથી થવાની છે એમ સમજીને ભારે ઉદારતાપૂર્વક બહાદુરશાહને એક લાખ રૂપિયા આપ્યા તથા પોતાના ઘરે રાખીને ખૂબ જ સારી રીતે મહેમાનગતિ કરી. પ્રસન્ન થઈ બહાદુરશાહે કહ્યું કે દોસ્ત કર્માશા !
રેંજીવનભર તેરા એહસાન નહિ ભૂલ સમૂંગા! કર્માશાએ કહ્યું કે નહિ નહિ હમ તો આપકે સેવક હૈ! ઔર કુછ નહિ હૈ લેકિન ભી કભી આપ હમ જૈસે સેવકકા સ્મરણ કરે ઔર આપ જબ બાદશાહ બને તબ મુઝે શત્રુંજય તીર્થક ઉદ્ધાર કરનેકી ઇજાજત દૈ!
બહાદુરશાહે શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટેનું વચન આપ્યું અને ત્યાંથી અન્યત્ર સ્થળે પ્રયાણ કર્યું.
રસ્તામાં તેને અહમદ સિકંદરના મૃત્યુના સમાચાર મળ્યા. પળનોય વિલંબ કર્યા વિના એ સીધો ગુજરાત ઘેડી આવ્યો. વિ.સં. ૧૫૮૩ના શ્રાવણ સુદિ ૧૪ના દિવસે ચાંપાનેરની ગાદીએ બેઠો. તેણે ૧૦ વર્ષ અને ૮ માસ રાજ્ય ક્યું. જેટલા સ્વામીદ્રોહી, દુર્જન અને ઉક્ત મનુષ્યો હતા. તેમને કડક સજા ફટકારી. કેટલાકને ફાંસી આપી તો કેટલાને દેશનિકાલ કરાવી દીધો. બહાદુરશાહના ઘેર દમામથી ગભરાઈને અનેક રાજાઓએ તેને ભેણાં ધરીને પ્રેમ સંબંધ પ્રતિ
બહાદુરશાહ ઉપર પૂર્વાવસ્થામાં જેણે જેણે ઉપકાર કર્યો હતો તે સહુને બોલાવીને સારું સન્માન કર્યું.
ચિત્રમાં કર્માશા ચિંતામણિ મહામંત્રની આરાધના કરી રહ્યા હતા અને શત્રુંજ્યના ઉદ્ધારની રાહ જોઈ રહ્યા હતા. એવામાં એક્વાર આંગણે ગુજરાતથી તેડું આવ્યું. તેણે જણાવ્યું કે બાદશાહ બહાદુરશાહ આપને યાદ કરે છે. આપે કરેલા ઉપકાર બદલ આપનું સન્માન કરવાની ઈચ્છા રાખે છે.
કર્મશા પળનોય વિલંબ ર્યા વિના હીરા, મોતી, માણેક, રેશમી કાપડ આદિ મૂલ્યવંતી ચીજોનું ભેગું લઈને ચાંપાનેર (પાવાગઢ) પહોંચ્યા. કર્માશાને રાજદરબારમાં દાખલ થતાં જોઈને બાદશાહ બહાદુરશાહ ઊઠીને સામે દેડયા તથા બે હાથથી કર્માશાને આલિંગન ક્ય, કર્માદાને ઉચિત આસને બેસાડીને રાજ્યસભા સમક્ષ બાદશાહે જણાવ્યું કે :“યહ મેરા દોસ્ત હે દુર્ભાગ્યને જબ મુઝકો બુરી તરહ સે મજબૂર Wિાથાતબ ઇસી દયાલ આદમીને મેરા છુટકારા કરવાયા થા.