SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમા ઉદ્ધારનો ઉજળો ઈતિહાસ ૬૯૯ અલ્લાઉદિન પછી ક્રમશ : કુતુબુદિન, શહાબુદિન, ખસરબુદિન, ગ્યાસુદિન અને મહમુદ સુધીના દિલ્હીના બાદશાહોએ ગુજરાત પર પોતાનો અધિકાર ભોગવ્યો. ફિરોજશાહના વખતમાં દિલ્હીના ક્બજામાંથી છૂટીને ગુજરાતની સ્વતંત્ર બાદશાહી શરૂ થઈ, જેનો પ્રથમ બાદશાહ મુઝફર હાકેમ બન્યો. તેના મૃત્યુ બાદ વિ.સં. ૧૪૫૪માં અહમદશાહ ગાદી પર બેઠે. તેણે અહમદ નામધારી ચાર બાદશાહને ભેગા કરીને સાબરમતી નદીના ક્લિારે પાયો નાંખીને અહમદાવાદ શહેર વસાવ્યું. નગર સ્થાપના વિ.સં. ૧૪૬૮ના વૈશાખ સુદ ૫ ના રોજ થયાનો સંભવ છે. અહમદશાહ પછી મહમ્મદશાહ બાદશાહ બન્યો. કોઈક ઝેર આપીને તેને મારી નાખ્યો હતો. ત્યારબાદ કુતુબુદિન બાદશાહ બન્યો. જેણે અમદાવાદના કાંકરિયા તળાવને ફરીવાર બંધાવ્યું હતું. ત્યારબાદ મહમ્મદ બેગડો બાદશાહ બન્યો હતો, જેણે વિ.સં. ૧૫૧૬ થી ૧૫૭૦ પર્યત રાજ્ય કર્યું હતું. પાવાગઢ અને જૂનાગઢ નામના બે ગઢ તેણે જીતી લીધા હતા. માટે બેગડ હેવાતો હતો. તેણે પોતાના નામથી મહેમદાવાદ વસાવ્યું હતું. બેગડાએ શાહજાદા અહમદને મોક્લીને સોમનાથ, પાણ, દ્વારિકા, ગિરનાર અને શત્રુંજયના મંદિરોમાં તોડફોડ કરાવી નાંખી હતી. બેગડાના રાજ્યકાળમાં વિ.સં. ૧૫૩૯-૪૦માં ગુજરાત અને માળવામાં ભારે દુકાળ પડેલો જેમાં હડાલાના ખેમા દેદરાણીએ અઢળક ધન ખર્ચાને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં દાનશાળાઓ તથા પાણીની પરબો બેસાડી હતી. જેથી મહમ્મદ બેગડાએ પ્રસન્ન થઈને જૈનોનું શાહ બિરુદ કાયમ રાખ્યું હતું. મહમદ બેગડે અમદાવાદમાં મરણ પામ્યો હતો, સરખેજમાં શેખ અહમદના ખાટુની દરગાહ પાસેના રોજામાં તેની બર છે. ત્યારબાદ મુઝફર (બીજો) ગાદીએ બેઠો. વિ. સં. ૧૫૬૭ થી ૧૫૮૭ દરમ્યાન તેણે રાજ્ય ક્યું. તપાગચ્છીય આચાર્ય હેમવિમલસૂરિના શાસનપ્રભાવક સામૈયાની વાતો સાંભળીને ઇર્ષાથી જલી રહેલા મુઝફરે તેમને દ કરવાનો ઓર્ડર છોડયો હતો. ત્યારે આચાર્યશ્રી ચુણેલથી રાતોરાત વિહાર કરીને ખંભાત પહોંચી ગયા હતા.સૈનિકેએ ખંભાતમાંથી તેમને પકડીને દર્યા હતા. ખંભાતના સંધે ૧ર% ટકાનો દંડ ચૂક્વને આચાર્યશ્રીને છેડાવ્યા હતા. મુજફર લક્ષણરાસ, જ્યોતિષશાસ્ત્ર અને સંગીતક્લાનો જાણકાર તથા ભારે શોખીન હતો. ત્યારબાદ વિ.સં.૧પ૮રમાં અહમદ ઉર્ફ સિદર ગાદીએ બેઠે, તે બહુ સારો નીતિવાન હતો પણ દુર્જનોએ તેને જીવતો મારી નાંખ્યો, ત્યારબાદ તેનો નાનો ભાઈ બહાદુરશાહ ગાદીએ બેઠો. જેણે વિ.સં. ૧૫૮૩ થી ૧૫૯૩ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. પિતા મુજફર અને બહારદુરશાહના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનું અંતર હતું, બહાદુરશાહ સાહસિક અને શૂરવીર હતો. પ્રાચીન ઈતિહાસનો ભારે શોખીન હતો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy