________________
સોળમા ઉદ્ધારનો ઉજળો ઈતિહાસ
૬૫
એક દિવસની વાત છે. શ્રીમાન શેશ્રી ધનરાજજીએ આચાર્ય પ્રવર ધર્મરત્નસૂરિજીની નિશ્રામાં સંઘ કાઢયો. રળિયામણાં અને સોહામણાં ગણાતાં અચલ-આબૂ વગેરે તીર્થો ને જુહારીને સંઘ એક્કા વભૂમિ મેવાડમાં ચિતોડના આંગણે આવીને ઊભો રહ્યો.
ત્યારે ત્રણ લાખ અશ્વના સ્વામી ગણાતા રાણા સંગ્રામસિંહનો સૂર્ય ચિતોડના તખ્ત પર તપી રહ્યો હતો.
મહારાજા આમના સંતાનીય ગણાતા કાપડના ધીંગા વેપારી શ્રીમાન રોઠ તોલાશા પણ ત્યાં જ વસતા હતા. તેમને લીલાવંતી (લીલુ) નામની ધર્મપત્ની હતી અને છ પુત્રો હતા. જેમનાં નામ હતાં રત્નાશા, પમાશા, ગણાશા, દશરથ, ભોજ અને કર્મશા.
કર્મશા સહુથી નાનકડા હતા પણ ગુણના સહુથી વડેરા હતા. બુદ્ધિના બેતાજ બાદશાહ હતા. દાન દેવામાં અભિનવ કર્મ યા માઘ ગણાતા હતા. પરમાત્મ ભક્તિ તો ગ્રંવાડે રૂંવાડે વ્યાપી હતી. પ્રભુની સાથે તેમની પ્રીતલડી બાલ્યવયથી જ બંધાણી હતી. આ નાનકડા બાલુડાને આંગળીએ ઝાલીને તોલારા ઉપાશ્રયે પહોંચ્યા અને પૂજ્યપાદ આચાર્ય પ્રવરીને પૂછી રહ્યા છે કે “મારા મનમાં જે છે તે કાર્ય પૂર્ણ થશે કે નહિ?” તોલાશાએ ગુરુદેવને જેવું મોઘમમાં પૂછ્યું એવું જ ગુરુદેવશ્રીએ પણ મોઘમમાં જણાવ્યું. તારાથી નહિ પણ તારા પુત્ર કર્માશાથી પૂર્ણ થશે.
વાત એમ હતી કે ગિરિરાજ પર સમરશાએ પધરાવેલ ઋષભ બિંબને યવનોએ ખંડિત કરી નાંખેલું. ચારેકોર હાહાકાર મચી ગયેલો. મોગલોથી હિંદુઓ થરથર ધ્રૂજતા હતા. સત્તાના જોરે એમણે પ્રતિમા ખંડન કરવાનાં અને મારીને મુસલમાન બનાવી દેવાનાં ગોઝારાં પાપો આરંભી દીધાં હતાં.
તેમના ખતરનાક પંજા ગિરિરાજ પર પણ ફરી વળ્યા. હથોડાના ઘા મારી મારીને મૂળનાયક્તા બિંબના ટુકડે ટુકડા કરી નાંખ્યા, સેંકડે ટુકડાઓ વચ્ચે એક માત્ર દાદાનું મસ્તક પડેલું જે ભાવિકોએ છાને માને પાછળથી ઉપર જઈન તોડફોડનો બધો કચરો દૂર કરીને પબાસન પર માત્ર દાદાનું પેલું ટ્રેલું મસ્તક પધરાવી દીધું હતું.
કેક રડ્યા ખડ્યા યાત્રિકો આવતા તો ઉપર જઈને દાદાના મસ્તક્ના દર્શન કરતા. કેશર, ચંદન, પુષ્પ ચડાવીને રડતી આંખે પાછા ફરતા. આ પરિસ્થિતિ અંદાજે સોએક વર્ષ સુધી ચાલુ રહેલી. સહુ કોઈ તીર્થોધ્ધારની ચાતક ડોળે રાહ જોતા તા. કેક માઈનો લાલ પાકે અને મુસ્લિમ રાજાઓને પટાવીને જીર્ણોદ્ધાર કરાવે !
ગામોગામ જૈન સંઘોમાં દાદાની પુન: પ્રતિષ્ઠા માટે લોકો ચિંતાતુર હતા. ચિતોડના આંગણે વસતા તોલાશાની ચિંતાનો તો પાર ન હતો. ન જાણે મનના માંડવે તો કેટકેટલીયવાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને કેટલીય પ્રતિષ્ઠાઓના મહોત્સવો ઊજવ્યા! મનમાં મનમાં ઊગતા અને આથમી જતા આવા મનોરથોને વાગોળતાં વાગોળતાં તો તોલાશાની સંધ્યા ઢળવા આવી હતી.આકાશમાં આથમતી સંધ્યાઓને જોઈને તોલાશા દિન પ્રતિદિન ઊના ઊના નિસાસા નાખી રહ્યા હતા.