________________
૬૯૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
ત્યાર પછી દેવપન (પ્રભાસ પાણ)ના રાજા મુગ્ધરાજ સાધુ સમરસિંહને મળવા ઉત્કંતિ થયો. પોતાના પ્રધાનો દ્વારા એક વિનંતીપત્ર મોલ્યો. તે વાંચી તેને મળવા જવા તૈયાર થયો. સમરસિંહને ત્યાં જવાની ઈચ્છા તો હતી. તેમાં તેનું આમંત્રણ આવ્યું. એટલે ત્યાં જવાનો ઉત્સાહ ડબલ થયો. તે પછી શ્રી દેશલ સમગ્રસંઘની સાથે દેવપત્તન નગર તરફ ચાલ્યો. માર્ગમાં લક્ષ્મીના સ્થાનરૂપ એવી વામનપુરી (વણથળી) વગેરે સ્થાનમાં ચૈત્યપરિપાટીના મહોત્સવને કરતો ઉજજવળ કીર્તિવાળો દેવપત્તનમાં પહોંચ્યો, તે વખતે સમરસિંહને પાસે આવેલો સાંભળી મુગ્ધરાજ તુરત જ તેને મળવા રોમાંચિત થયો. ત્ર-ચાર–આદિથી યુક્ત પરિવાર સહિત મુગ્ધરાજા સામે ગયો. બન્ને જણા પરસ્પર મલીને આનંદમગ્ન થયા. એક બીજાને ભેટણાં અર્પણ કર્યા. પછી સંઘ સહિત સમરસિંહનો દેવપત્તન નગરમાં પ્રવેશ કરાવ્યો.
ત્યારપછી ત્યાં થોડોક સમય સ્થિરતા કરી રસ્તામાં આવતાં તીર્થોની યાત્રા કરતાં કરતાં સંઘપતિ દેશલે શુભમુહર્ત પાટણ નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. અત્યંત ધામધૂમથી અનુપમ રીતે લોકો દ્વારા પોતાના નગરમાં ને પોતાના ઘરમાં પ્રવેશ ક્ય.
નોંધ:આ સમરસિંહનો ઉદ્ધાર થી નાભિનન્દનજિનો દ્વારપ્રબંધ નામના ગ્રંથના ભાષાનરમાંથી વાંચીને ટૂંકાવીને અને સંગ્રહ ર્યો છે. (આપેલ છે.) વિસ્તાથ્થી જાણવાની ઇચ્છાવાળા ભાવિકે તે મૂલ મંથનું ભાષાન્તર વાંચવું જરુરી છે.
XXXXX
Y
સોળમા ઉદ્ધારનો ઊજળો ઈતિહાસ
(કર્માશાએ કરેલો ઉદ્ધાર)
હે ગુરુદેવ! મહેરબાની કરીને મને એટલું કહોને કે મારા મનમાં જે વાત રમે છે, તે કાર્ય મારા હાથે પૂર્ણ થશે
કે નહિ ?
ના તોલાશા ! તારા હાથે નહિ થાય પણ તારા આ નાનકડા પુત્ર કર્મશાના હાથે તે કાર્ય પૂર્ણ થશે.
બાલ કર્યાશાએ આ શબ્ધને જ શુકન માનીને તરત જ પોતાના ખેસના છેડે શુકનની ગાંઠ વાળી લીધી. કોક અજ્ઞાત શુભ કાર્ય પોતાના હાથે પૂર્ણ થશે તેવી આગાહીથી કર્માશાનું અંતર નાચી ઊઠ્યું.