________________
શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
એક ધજાદંડ મૂક્યો હતો. તેના પર મહાન ધજા ફરકી રહી હતી. આ દંડને પ્રતિષ્ઠા કરવા માટે કારીગરો પાસે બરાબર તૈયાર કરી સ્થાપવામાં આવ્યો હતો. ભગવાનના દેરાસરના મુખ્ય દ્વારપર એક તોરણ બાંધવામાં આવેલ હતું.
૧૯૨
તે પછી ઘટીકાર (ઘટીયંત્ર) ઘડીઓ જળથી ભરેલા પાત્રમાં પાણીથી પૂરી ભરાઇ જવાથી નીચે બેસવા લાગી ત્યારે પ્રતિષ્ઠાનો સમય પાસે આવેલો જાણીને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા શ્રી સિદ્ધસૂરિ જલદી જિનમંદિરમાં ગયા. તે વખતે બીજા આચાર્યો પણ તેમની પાછળ જઇ જિનમંદિરમાં પોતપોતાના આસને બિરાજ્યા અને પ્રતિષ્ઠા વિધિમાં સાવધાન થયા. તે સમયે સંઘપતિ દેશલ પણ પોતાના પુત્ર સાથે સ્નાનથી પવિત્ર થઇ પૂજાનાં સુંદર વસ્ત્રો ધારણ કરીને કપાળ માં ચંદનનું તિલક કરીને જિનમંદિરમાં આવ્યા.
કેટલાક શ્રાવકો પણ પોતપોતાનાં બિંબોને ગ્રહણ કરીને ત્યાં આવ્યા. અને કેટલાક શ્રાવકો વિધિ જોવા માટે ત્યાં આવ્યા. પ્રતિષ્ઠાને યોગ્ય સામગ્રી ગણાય તે ત્યાં મૂક્વામાં આવી હતી. પ્રતિષ્ઠાની સામગ્રી તૈયાર થઇ એટલે શ્રી સિદ્ધસૂરિ પ્રભુએ સ્નાત્ર કરનારાઓ દ્વારા મંત્રોચ્ચારપૂર્વક આરંભ કરાવ્યો. તે પછી જ્યારે મુહૂર્તની ઘડી પ્રાપ્ત થઇ ત્યારે શ્રી સિદ્ધસૂરિ પ્રભુએ એકચિત્ત થઇને સારા નિમિત્તિયાઓવડે અપાયેલા ઉત્તમ મુહૂર્તને સાધી આપ્યું. તે પ્રતિષ્ઠાનું મુહૂર્ત જ્યારે એક્દમ નજીક આવ્યું ત્યારે શ્રી સિદ્ધસૂરિપ્રભુ રૂપાની એક વાટકી ને બીજા હાથમાં સોનાની સળી લઇને તૈયાર થયા, અને જિનેશ્વર પ્રભુના બિંબ ઉપર જે વસ્ર હતું તે ખસેડી લીધું અને તેમના બન્ને નેત્રમાં સૂરમાવાળું અને કપૂરવાળું અંજન કરીને બન્ને નેત્રોને વિકસ્વર કર્યાં. એ રીતે વિક્રમસંવત ૧૩૭૧ ના માઘ સુદિ ચૌદસને સોમવારના પવિત્ર દિવસે પુષ્ય નક્ષત્ર અને બળવાન મીન લગ્ન હતું ત્યારે શ્રી સિદ્ધસૂરિ ગુરુએ શ્રી શત્રુંજય પર્વત ઉપર નાભિનંદન−ઋષભદેવ પ્રભુની અચળ પ્રતિષ્ઠા કરી.
શ્રી સિદ્ધસૂરિની પૂર્વે જાવડશાના ઉદ્ધારમાં શ્રી વજસ્વામીએ શ્રી શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી હતી. પૂર્વે જાવડીએ પોતાની સ્રી સાથે જ્યાં નૃત્ય ક્યું હતું અને તે વખતે તેને વાયુ જેમ રૂને ઉડાડી નાંખે તેમ વિધાતાએ તેને ક્યાંક ફેંકી દીધો હતો. તે હજુ સુધી પણ કોઇ જાણી શક્યું નથી. તેજ સ્થળે ભાગ્યશાળી દેશલે સમગ્ર સંઘની સાથે નૃત્ય કરવાનો પ્રારંભ ર્યો, તે સમયે દેશલે નૃત્ય કરતાં કરતાં યાચકોને ક્લ્પવૃક્ષની પેઠે અનેક પ્રકારનાં દાન આપ્યાં હતાં. તેમજ તેમના પુત્રો સહજપાલ–સાહણ–સમરસિંહ–સામંત–સાંગણ એ પાંચે પુત્રોએ ધનની વૃષ્ટિ કરી. તે લોકો જ્યારે યાચકોને દાન આપતા હતા ત્યારે લોકોએ પરસ્પર સ્નેહવાળા શું આ પાંચ પાંડવો છે? અથવા તો શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટે પાંડવોજ ફરીથી આવ્યા છે ? (જન્મ્યા છે ?) આવું વિચારતા હતા.
પછી સંઘ નાયક દેશલે સર્વ દોષોથી રહિત એવા ભગવાન જિનેશ્વરની આગળ અણીશુદ્ધ ચોખાઓથી – મગથી સોપારીઓથી તથા અલંકારોથી મેરુ પર્વત પૂો. જિનેશ્વર ભગવાનના જન્મ સમયના જેવો સ્નાત્રમહોત્સવ તેણે અહીં આદિનાથ પ્રભુનો ર્યો.. દેશલે દીન-અનાથ ને દરદ્રીઓ માટે એક અન્નશાળા ખુલ્લી મૂકી. એ રીતે દેશલે ધર્મમાં પરાયણ થઇ હંમેશાં દાન આપતાં બરાબર દશ દિવસ સુધીનો મહોત્સવ કર્યો. તે પછી દેશલ યુગાદિવની આજ્ઞા માંગી કપર્દીયક્ષના મંદિરમાં ગયો, અને પ્રસન્નતાપૂર્વક લાડુ અને નાળિયેર વગેરેથી તે યક્ષની પૂજા કરી. તેમજ પક્ષના મંદિરમાં રેશમી વસ્રની અપૂર્વ ધજા બંધાવી અને યક્ષને પ્રાર્થના કરી કે હે યક્ષેશ ! તમે મને ધર્મકાર્યમાં સહાયક થજો