________________
સમરસિંહનો ઉમ્બર
ત્યાં બન્ને ભાઇઓ પિતા દેશલનાં ચરણોમાં નમ્યા. પછી દેશલ ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે સામગ્રીઓ તૈયાર કરાવી ઉપર ચઢવાની ઇચ્છાવાળો થયો.
अथ प्रभाते पुरपादलिप्त, निवासिनं पार्श्वजिनं प्रणम्य ;
वीरं च तीरे सरसोऽर्चयित्वा शैलस्य मूलं स ययौ ससंघ : ।।
૧
તે પછી સવારમાં પાલિતાણા (પાદલિપ્ત) નગરમાં રહેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને તેમજ સરોવરના કાંઠે રહેલા શ્રી વીરપરમાત્માનું પૂજન કરીને સંઘપતિ દેશલ સંઘ સાથે પર્વતની તળેટીમાં ગયો. ત્યાં પણ નેમિનાથ પ્રભુનું પૂજન કરી પોતાના પુત્રો સાથે ઊંચા એવા ગિરિરાજ પર ચઢવાને તૈયાર થયો.
પછી તેણે શ્રી સિદ્ધસૂરિ પ્રભુના હાથને ટેકો આપીને ઉપર ચઢવાનો પ્રારંભ ક્યો. અને ત્રણ પુત્રો સાથે ઉપર ચઢી ગયો. ઉપર ચઢતાં પ્રથમ પોતે ઉદ્ધરેલી મન્દેવી માતાનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી સંઘની સાથે કયક્ષનાં દર્શન કરવા માટે ગયો. જેની મૂર્તિનો પોતે જ ઉદ્ધાર કર્યો હતો, ત્યાં જઇને ફરકતી ધજાવાળા દેરાસરને જોઇને તેણે માન્યું કે સંસાર સમુદ્રને સામે પાર જવા માટે આ એક નૌકાપાત્ર જ (વહાણ) તૈયાર કરવામાં ન આવ્યું હોય તેવું સુંદર દેખાતું
હતું.
પછી તેણે પ્રતિષ્ઠા વિધિની તૈયારી કરવા માટે પોતાના પુત્ર સમરસિંહને આજ્ઞા કરી. તેણે પ્રતિષ્ઠા માટેનાં ઉત્તમ દ્રવ્યો એઠાં કર્યાં. પ્રતિષ્ઠાની વિધિ જોવા માટે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના બધાય પ્રદેશોમાંથી બધાજ પ્રકારના ભાવિકો આવ્યા હતા તેઓ સર્વે ગિરિરાજ ઉપર ચઢ્યા. પછી માઘ મહિનાની સુદિ તેરસને ગુરુવારના દિવસે પૂ. આચાર્ય ભગવંતો સાથે સાધુ દેશલ પોતાના પુત્ર સમરસિંહ સાથે કુંડમાંથી જલ લાવવા માટે નીક્ળ્યો. તે પાણીના ઘડાઓ સુહાસિની સ્ત્રીઓનાં મસ્તકપર મુકાવીને સમરસિંહ સંઘની સાથે ઉત્સવપૂર્વક શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં આવ્યો. પછી પ્રતિષ્ઠા વિધિમાં વપરાતાં દ્રવ્યોનાં મૂળિયાંઓને પિસાવવાનોપ્રારંભ કર્યો . તેને વાટવામાં જેનાં માતા – પિતા– સસો – સાસુ તથા પતિ આ પાંચ જણાં જીવતાં હોય તેવી સુહાસિની સ્રીઓજ યોગ્ય ગણાય, તો તેવા પ્રકારની ચારસો સ્ત્રીઓ તે વખતે મલી. તે વાત પણ ઘણા આનંદને ઉપજાવનારી હતી. તે સર્વ સ્રીઓને સમરસિંહે મૂળોને વાટવા માટે જલદી બેસાડી. શ્રી સિદ્ધસૂરિ પ્રભુએ તે સર્વેનાં મસ્તકપર વાસક્ષેપ નાંખ્યો, તેથી તેઓ સર્વે અધિક ઉત્સાહમાં આવીને સ્પર્ધાપૂર્વક મૂળોને વાટવા લાગી. તે સ્ત્રીઓ મંગલગીતોને ગાતી ચૂર્ણોને તૈયાર કરતી હતી. જાણે મોક્ષ લક્ષ્મીને વશ કરવા ચૂર્ણ તૈયાર ન થતું હોય તેવું દેખાતું હતું.
તે વખતે સમરસિંહ–અનેક પ્રકારનાં શ્રેષ્ઠ પટ્ટસૂત્રો ને વસ્રો સ્ત્રીઓને આપવા લાગ્યો અને પોતાના પુણ્યની રજ સમાન તે મૂલનાં ચૂર્ણોને કોડિયામાં લેવા લાગ્યો. તે પછી જિનમંદિરની ચારે દિશામાં નવ નવ પ્રકારની અંગ વેદિકાઓ સ્થાપવામાં આવી. જે વેદિકાઓ સમરસિંહના પુણ્યથી ચારગણાં પ્રાપ્ત થઇને નવનિધિઓની પેઠે શોભી રહી છે. તેની આજુબાજુ લીલા જવના અંકુરાઓ શોભતા હતા. તે પછી સમરસિંહે દેવના આગલના ભાગમાં રંગ મંડપમાં વચ્ચે ચાર ખૂણાવાલી એક વેદિકા તૈયાર કરાવી. (શાંતિસ્નાત્રની પીઠિકા)એ મંડપમાં શ્રી ઋષભદેવપ્રભુના મુખ્ય દેરાસરનો