________________
શ્રી સિદ્ધગિરિરાજ સ્તવ
द्वितीयो भारते वंशे, दण्डवीर्यो नृपो यतः । ईशानेन्द्रस्तृतीयो हि, माहेन्द्रश्च चतुर्थकः ॥ ४५ ॥
આ તીર્થનો બીજો ઉદ્ગાર કરનાર ભરત ચક્વર્કીંના વંશમાં થયેલા દંડવીર્ય રાજા છે. તેમણે ભરત મહારાજાના મોક્ષગમન પછી છ ક્રોડ વર્ષે ઉદ્ધાર કરાવ્યો. ત્રીજો ઉદ્ગાર દંડવીર્ય રાજા પછી સો સાગરોપમ ગયા પછી બીજા દેવલોક્ના ઇન્દ્ર ઇશાનેન્દ્રે કરાવ્યો. ચોથો ઉદ્ધાર ઇશાનેન્દ્ર પછી એક ક્રોડ સાગરોપમ ગયા પછી સુહસ્તિની દેવીને વશ કરી ચોથા દેવલોક્ના ઇન્દ્ર માહેન્દ્ર કરાવ્યો. (૪૫)
पञ्चमो ब्रह्मकल्पेन्द्रश्चमरेन्द्रस्तु षष्ठकः । अजितजिनकाले हि - सगरराट् च सप्तमः ॥४६॥
માહેન્દ્રના ઉદ્ધાર પછી દશ કોટિ સાગરોપમે પાંચમા દેવલોક્ના ઇન્દ્ર બ્રહમેન્દ્રે પાંચમો ઉદ્ધાર કરાવ્યો.. બ્રહ્મેન્દ્રના ઉદ્ધાર પછી લાખ કોટી સાગરોપમે ભવનપતિના ઇન્દ્ર ચમરેન્દ્રે છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો. સાતમો ઉદ્ધાર શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગરચર્તીએ કરાવ્યો. (૪૬)
अष्टमो व्यन्तरेन्द्रो हि - तीर्थोद्धारकः खलु । चन्द्रप्रभप्रभोस्तीर्थे चन्द्रयशानृपस्तथा ॥४७॥
૧૯૯
આ તીર્થનો આઠમો ઉદ્ધાર વ્યન્તરેન્દ્ર કરાવ્યો ,અને નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભપ્રભુના શાસનમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવ્યો, તે વખતે શ્રી ચંદ્રપ્રભાસ (પ્રભાસ પાટણ) તીર્થમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો પ્રાસાદ પણ તેમણે કરાવ્યો. (૪૭)
श्री शान्तिनाथ तीर्थे हि, चक्रायुधश्च राड्वरः । उद्धर्ता तीर्थनाथस्य, सदुपदेशयोगत: ।।४८।।
શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચક્રાયુધરાજાએ શ્રી શાંતિનાથ પ્રભુના ઉપદેશથી આ તીર્થરાજનો દશમો ઉદ્ધાર કરાવ્યો. (૪૮)
एकादशो बलो रामस्तीर्थे श्री सुव्रतस्य हि ।
पाण्डवा द्वादशोद्धार - कारका नेमितीर्थके ॥ ४९ ॥
શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં બળદેવ શ્રી રામચંદ્રજીએ આ તીર્થનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો અને શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોએ આ ગિરિરાજનો બારમો ઉદ્ધાર કરાવ્યો. (૪૯)