________________
શ્રી પાદલિપ્ત સૂરિનો સંબંધ
૦૫
શ્રી પાદલિપ્તસૂરિનો સંબંધ કહેવાય છે તે આ પ્રમાણે :– એક વખત શ્રી પાદલિપ્તસૂરિ શ્રી સિદ્ધગિરિઉપર અનંત સુખને માટે શ્રી યુગાદિ જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયા. તે વખતે ઘણા સંઘ સહિત મુરંડરાજા શ્રી શત્રુંજ્ય ઉપર તીર્થને નમસ્કાર કરવા માટે ને પૂજનકરવા માટે આવ્યો. તે વખતે પ્રભુની પૂજા કરી પુષ્પોવડે સ્વામીની પાદુકાની પૂજા કરી. અને રાજાએભક્તિવડે રાયણવૃક્ષની પ્રદક્ષિણા કરી. તે પછી ઉત્તમભાવથી બીજા તીર્થંકરોની પૂજા કરી. અને પ્રણામ કરી રાજાએ પોતાના જન્મને સફલ ર્યો. પ્રથમ તીર્થંકરના પ્રસાદઉપર ધજા ચઢાવી રાજાએ સંઘસહિત આરતી અને મંગલદીવો ર્યો, તે પછી પાદલિપ્તસૂરિ પાસે રાજા ઉપદેશ સાંભળવા ગયો ત્યારે આચાર્ય મહારાજે તીર્થનું મહાત્મ્ય ક્યું. તે પછી રાજાએ ક્યું કે આ અદભુત એવા શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય મોટું છે. તેથી હે ! આચાર્ય (મ) હમણાં ખરેખર સંક્ષેપ (નાનું) કરો. ઘણા વ્યાપારની સામગ્રી હોવાથી મોક્ષના અર્થી એવા ભવ્યજીવો અત્યંત વિસ્તાર હોવાથી હમણાં સંપૂર્ણ સાંભળી શકે નહિ. તેથી આચાર્ય ભગવંતે ભવ્ય જીવોના અનુગ્રહ માટે મોક્ષની પ્રાપ્તિ માટે શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય સંક્ષેપ કરીને નાનું ર્ક્યુ. પહેલાં સંપઇ વિક્કમ – આ ગાથામાં ક્યું છે તે વિસ્તારથી જાણી લેવું.
આ પ્રમાણે શ્રી પાદલિપ્ત સૂરિનો સંબંધ સંપૂર્ણ
ततोधनेश्वरः सूरि र्माहात्म्यं सिद्धभूभृतः । ચાર ભવ્યતત્વાનાં, નયુ મુસુિવાયેશા
તે પછી ધનેશ્વરસૂરિએ શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય ભવ્ય પ્રાણીઓના મોક્ષસુખની પ્રાપ્તિ માટે નાનું કર્યુ.
तं जह सुयं थुयं मे पढंतनिसुणंतसंभरंताणं ।
सित्तुं कप्पसुत्तं, देउ लहुं सत्तुंजय सिद्धिं ॥ ३९ ॥
ગાથાર્થ : તે જેવી રીતે મેં સાંભળ્યું અને સ્તવ્યું તે રીતે ભણનાર સાંભળનાર અને સ્મરણ કરનારને શ્રી શત્રુંજ્ય ક્પસૂત્ર જલદી શત્રુના જ્યની સિદ્ધિને આપો .