________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
૬૪
नाणं अभयपयाणं, फासुयदाणं च भेसजं चेव। एते हवंति दाणाओ, उवइटें वीयरागेण ॥॥६॥ ज्ञानवान् ज्ञानदानेन, निर्भयोऽभयदानतः। अन्नदानात् सुखी नित्यं, निर्व्याधिभेषजाद् भवेत् ॥७॥ नाणेण दिव्वनाणी, दीहाउ होइ अभयदाणेण। आहारेण य भोगं पावइ, दाया न संदेहो॥१॥
જ્ઞાનદાન,અભયદાન, પ્રાસુદાન અને ઔષધદાન આ દાનો છે. તે વીતરાગવડે બતાવાયા છે. જ્ઞાનદાનથી જ્ઞાનવાળો, અભયદાનથી નિર્ભય, અનદાનથી હંમેશાં સુખી અને ઔષધદાનથી વ્યાધિવગરનો થાય છે. કહ્યું છે કે :જ્ઞાનવડે દિવ્યજ્ઞાની થાય છે અભયદાનથી દીર્ધ આયુષ્યવાલો થાય છે ને આહારનો દાતા ભોગ પામે છે તેમાં સંદેહ નથી. સાધુઓને ઔષધ આપનાર દિવ્યશરીર પામે છે. અને અખંડ અંગોપાંગવાલો ઉત્તમ ભોગને અનુભવે છે. જેમ વડનું બીજ પૃથ્વીતલમાં વધે છે. અને વૃક્ષ થાય છે. તેમ મુનિવરને આપેલું વિપુલદાન (પોતે) ઘણા પુણ્યરૂપે થાય
જેમ સારીરીતે ખેડેલા ખેતરમાં વાવેલું બીજ અદભુત અને ઘણું થાય છે. તેવી રીતે સાધુઓને આપેલું દાન મોટા પુણ્યને પમાડનારું થાય છે. જેમ ઊખરભૂમિમાં નાંખેલું બીજ વૃદ્ધિ પામતું નથી તેવી રીતે મિથ્યાત્વપાત્રમાં આપેલું દાન નિષ્ફલ થાય છે. જે આપવાથી શ્રદ્ધા, ભક્તિ, શક્તિ અને વિજ્ઞાન થાય તે વિધિપૂર્વક આપેલું દાન છે. અને તે દાન પુણ્યરૂપી લવાળું જાણવું.
વિવિધ હથિયારો જેણે હાથમાં ગ્રહણ કર્યા છે. અને જે દેવો કષાયથી યુક્ત છે. જે કામતિ અને રાગને વશ છે. અને જે હંમેશાં ભાંડન (ગાળ) કરે છે. અને જે પોતાનું પોષણ કરનારા છે. ઈત્યાદિ જે દેવો છે તે દાનને યોગ્ય જાણવા નહિ. જે પોતે જ તર્યા નથી તે બીજાને કંઈ રીતે તારે ? ઈત્યાદિ ધર્મ સાંભળતાં તે વખતે ઘણાં પ્રાણીઓ જિનેશ્વરે કહેલા ધર્મને ભાવથી મોક્ષસુખ માટે શરૂ કર્યો. શ્રી વજસૂરીશ્વરે શ્રી શત્રુંજયમાહાસ્ય મોટું જાણીને પ્રાણીઓએ ઉપર અનુગ્રહ કરવા માટે સારા દિવસે તેને સંક્ષેપ કર્યો કહ્યું છે કે : શ્રી શત્રુંજ્યતીર્થમાં જઈને બોધિને આપનારા જિનેશ્વરોની જે સ્તુતિ કરે છે. અને પૂજે છે. તેના હાથમાં જલદી સ્વર્ગ અને મોક્ષ વગેરે સુખ આવે છે. જે શ્રી સિદ્ધગિરિઉપર યાત્રા માટે એક પગલું મૂકે છે તે જલદી મોક્ષલક્ષ્મીને પામે છે અને મુક્તિનગરીમાં જાય છે.
શ્રી શત્રુંજયલ્પને સંક્ષેપ (નાનો) કરવામાં શ્રી વજસ્વામીનો સંબંધ સંપૂર્ણ.