________________
થી ભદ્રબાહુસ્વામીએ રચેલા લ્પનો સંબંધ
૫૯૯
એક વખત સોમચંદ્ર રાજાએ ગુપાસે જઈને શ્રી શત્રુંજયનું માહાસ્ય સાંભળતાં આ પ્રમાણે ધું “આ શ્રી શત્રુંજય માહાસ્ય ગ્રંથ મહાન છે મોટે છે.” તેથી તે ઉત્તમ ગુરુ! હમણાં મારવડે સાંભળી શકાય તેમ નથી. આથી હે સ્વામી ! સિદ્ધાન્તમાંથી સિદ્ધગિરિનો લ્પ સંક્ષેપ કરીને મોક્ષસુખની પરંપરા માટે સંભળાવો. તેથી એક કરોડશ્લોક્વડે સુંદર શ્રી સિદ્ધગિરિનો મોટો લ્પ ભદ્રબાહુ ગુરુવડે કરાયો. તે લ્પને સાંભળતાં રાજાએ મોક્ષસુખ માટે શ્રી સિદ્ધગિરિ ઉપર વિસ્તારથી યાત્રા કરી. એક વખત ભદ્રબાહુસૂરીશ્વરે સુંદર ત્રણલાખ શ્લોક પ્રમાણવાલો બીજો નાનો લ્પ ફરીથી ર્યો.
આ પ્રમાણે શ્રી ભદ્રાહુસ્વામીએ રચેલા કલ્પનો સંબંધ પૂર્ણ થયો.
શ્રી
સ્વામીનો સંબંધ
ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਲਾਬੂਲਾਲਾ ਲਾਲਾਬਾਉਲਾਲਾਬਾਇਲਾਲਾਬਾਉਬਾਲਾਬਾਇਲਾਂਬਾ ਬਾਬਾ
હવે વજસ્વામીનો સંબંધ કહેવાય છે તે આ પ્રમાણે :
શ્રેષ્ઠ તુંબવનમાં પૃથ્વીના વિભૂષણ જેવા સન્નિવેશમાં ધર્મકાર્યમાં સમર્થ એવો ધનગિરિ શેઠ હતો. અનુક્રમે તેની પત્ની સુનંદાના ગર્ભમાં સારા દિવસે ભકદેવોમાંથી દેવ ચ્યવને અવતર્યો. આ તરફ સંસારને અસાર જાણી શ્રી સિંહગુરુ પાસે દીક્ષા લઈ ધનગિરિમુનિ ભણતાં તપ કરતા હતા. તે મુનિ શુદ્ધ આહારને ગ્રહણ કરતા, ગુસ્નો વિનય કરતા, ધર્મધ્યાનમાં તત્પર, હંમેશાં તપમાં લીન હતા.
આ બાજુ સંપૂર્ણ માસે સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. માતાએ પોતાની શક્તિ પ્રમાણે તે પુત્રનો જન્મોત્સવ ર્યો. તે વખતે માતાએ કહ્યું કે હે પુત્રા જો તારા પિતાએ દીક્ષા લીધી ન હોત તો તારો જન્મોત્સવ કરાવતે. વતની ઇચ્છાવાલા તારા પિતાવડે હું એક્લી ઘરમાં મુકાઈ છું. આથી હે પુત્રા તું મારી પાસે સુખપૂર્વક રહે. ગ્રહણ ર્યો છે સંયમ જેણે એવા પિતાને જાણીને ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જેને એવો આ બાલક હદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો. અહો! પૂર્વભવમાં દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છતા મારવડે તે દીક્ષા ગ્રહણ કરી શકાઈ નહિ. તેથી અહીં વિશે હું સંયમને ગ્રહણ કરીશ. જો મારા પિતાએ અહીં સંયમ ગ્રહણ ર્યો છે. તો મારે પણ સુખને આપનારી દીક્ષા ગ્રહણ કરવા લાયક છે. હ્યું છે કે :