________________
૫૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
સાધુઓને વિધ્ધ કરવા માટે અશક્ત એવા દુષ્ટમનવાલા વ્યંતરે શ્રાવકોને વિષે મરકી કરી. તે પછી શ્રાવકોએ ભદ્રબાહ ગુરુપાસે આવીને કહ્યું કે કોઈદેવ અથવા દૈત્ય વિદ્ધ કરે છે. તે ઉત્તમ ગુરુ! આપણા જેવા ગુરુ હોતે જો દુષ્ટ એવા વ્યંતર આદિ દેવોવડે અહીં પીડા કેમ કરાય છે? હાથીના અંધ ઉપર ચઢેલો પુરુષ કૂતરાઓવડે કેમ ભક્ષણ કરાય? પાણીની મધ્યમાં રહેલો મનુષ્ય સિંહવડે કેમ ભક્ષણ કરાય? વૃક્ષની શાખા ઉપર રહેલો મનુષ્ય કે સ્ત્રી સિંહવડે કેમ ભક્ષણ કરાય? જીવતા સર્પના માથા ઉપર રહેલા રત્નને (મણિને) મનુષ્યોવડે કેમ ગ્રહણ કરાય? ગુરુએ કહ્યું કે તે વરાહ મરીને હમણાં વ્યંતર થયો છે. તે હમણાં તમને વિદ્ધ કરે છે. તમે ભય ન પામો. તે મારાવડે નિષેધ કરાશે રશકાશે) પાપી પોતે પોતાના પાપવડે ખરેખર મૃત્યુલોને પામે છે. ગુરુએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણથી ગૂંથાયેલા ઉપસર્ગહર સ્તોત્ર કરીને શ્રી સંઘને આપીને આદરપૂર્વક કહ્યું. આ પાર્શ્વનાથ પ્રભુના સ્તવનને જે મનુષ્ય હંમેશાં જપશે તે મનુષ્યને તે દેવ ઉપદ્રવ કરવા માટે કોઈ ઠેકાણે શક્તિમાન થશે નહિ. તે આ સ્તોત્ર છે.
उवसग्गहरंपासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहरविसनिन्नासं, मंगल-कल्लाण-आवासं॥१॥ विसहर फुल्लिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ। तस्स गहरोगमारि-दुट्ठ जरा जति उवसामं ॥२॥ चिट्ठउद्रे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ। नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणीकप्पपायवब्भहिए। पावंति अविग्घेणं, जीवा अयारामरं ठाणं॥४॥ इय संथुओ महायस! भत्तिभर निन्भरेण हियएण। ता देव ! दिज बोहिं, भवे भवे पास जिणचंद ! ॥५॥
ઉપસર્ગને હરણ કરનાર પાર્શ્વનામે યલ છે જેને એવા અને કર્મરૂપી મેઘથી મુક્ત, સર્પના ઝેરને નાશ કરનારા, મંગલ અને લ્યાણના નિવાસ સ્થાન (ઘર૫) જેવા એવા પાર્શ્વનાથને હું વંદન કરું છું. જે મનુષ્ય હંમેશાં વિષધર કુલ્લિંગ મંત્રને કંઠમાં ધારણ કરે છે ( ગણે છે) તેના ગ્રહ, ગ, મરકી અને દુષ્ટ જવો (તાવો) ઉપશાંતિને પામે છે. તે મંત્ર તો દૂર રહો પણ તમને કરેલા પ્રણામ પણ ઘણાં ફલવાલા છે, જેઓ –મનુષ્યો અને તિર્યંચો દુઃખ અને દર્ભાગ્યને પામતાં નથી. ચિંતામણિરત્ન અને લ્પવૃક્ષથી અધિક તમારું સમ્યકત્વ પામે તે જીવો વિખરહિત અજરામર સ્થાનને પામે છે. હેમહાયશ!આ પ્રમાણે ભક્તિના સમૂહથી ભરેલા હદયવડે સ્તુતિ કરાયા. તેથી હે પાર્શ્વજિનચંદ્રદેવ ભવોભવને વિષે મને બોધિ આપજો.
આ પ્રમાણે સ્તોત્રને ભણનારા શ્રાવકોને હંમેશાં દુષ્ટચિવાલો તે વ્યંતર ઉપદ્રવ કરવા માટે શક્તિમાન ન થયો. તે પછી શ્રાવકોને વિષે શાંતિ થઈ. ક્લેશ દરેક દિશામાં નાશ પામ્યા. (નાસી ગયા)આજે પણ લોકો હંમેશાં શ્રી પાર્શ્વનાથનું તે સ્તોત્ર ભણે છે.