SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ % શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર શ્રી શત્રુંજ્યનું સ્મરણ વા ઉપર કથા. હરિપુરી નગરીમાં ધનરાજાને પાંચ પુત્રો થયા. ચંદ્ર-સૂર હરિ, શ્રીદ ને બલિદમ આદિ શ્રેષ્ઠ હતા. અનુક્રમે રાજા ચાર પુત્રોને રાજ્યની સંપત્તિ આપવાની ઈચ્છાવાલો થયો. પાંચમા (પુત્ર)ને કાંઈ પણ નહિ. તે વખતે પાંચમા પુત્ર પિતાની આગળ કહ્યું કે મને રાજ્ય કેમ આપતા નથી?મારાવડેતમારું શું વિનાશ કરાયું છે? રાજાએ કહ્યું કે તો લાંબાકાળ સુધી રાજ્ય અપાશે. બલિદકે કહ્યું કે મારા વડે બિલ્વફળ બળાત્કારે આકાશમાં નંખાશે. જ્યાં સુધી તે બિલ્વફળ પૃથ્વીતલમાં ન આવે ત્યાં સુધી પિતાનું રાજય જલદી મને આપો. સારું એ પ્રમાણે પિતાએ કહે છતે રાજપુત્ર મંત્રનાયોગથી તે બિલ્વફળ નાંખ્યું અને તે અત્યંત મજબૂતપણે સ્થાપન કર્યું. પ્રતિજ્ઞા સ્વીકારેલ હોવાથી રાજા તેની ક્લાથી ખુશ થયો અને બલિદમને વિવિધ ઉત્સવપૂર્વક રાજ્ય આપ્યું. कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला, सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला,। चिरायुः तारुण्यं बलमविकलं स्थानमतुलं, यदन्यच्चश्रेयो भवति भविनां धर्मत इदम्॥१॥ વિશ્વમાં વખાણ કરવા લાયકલ, રોગ રહિત શરીર,નિર્મલ જાતિ, ઉત્તમરૂપ, સૌભાગ્ય, સુંદર સ્ત્રી, ભોગવી શકાય એવી લક્ષ્મી, દીર્ધ આયુષ્ય, યૌવન, વિક્લતા રહિતબલ, તુલના ન કરી શકાય એવું સ્થાન, અને બીજું પ્રાણીઓને જે લ્યાણકારક હોય છે તે ધર્મથી છે. તે વખતે પિતા પાસેથી પ્રાપ્ત કર્યું છે. રાજ્ય જેણે એવા બલિંદમે પોતાના ભાઈઓને ઘણી પૃથ્વી આપી. બલિંદમ હંમેશાં આદરપૂર્વક શ્રી ગુરુ પાસે ગુનાં ચરણ કમલને નમીને શ્રી સિદ્ધગિરિનું માહામ્ય સાંભળતો હતો. શ્રી શત્રુંજયને વિષે છત્ર, ધ્વજ, પતાકા, ચામર, કળશ, સ્નાત્રકળશને પૂજાનો થાલ આપનાર વિદ્યાધર થાય છે (૧) જે શ્રી શત્રુંજયગિરિ ઉપર બન્ને પક્ષની) પખવાડિયાની આઠમી ચૌદમી ને પંદરમી તિથિએ ચઢે છે તે તેના) ફલસ્વરૂપે પરિમિત સંસારી બને છે (૨) જે પુંડરીક ગિરિનું સ્મરણ કરતો. નવકારશી પોરિસી, પરિમુડઢ એકાસણ અને આયંબિલ કરે છે. ને જે ફલની ઇચ્છાવાળો સંસારની તૃષ્ણાને જીતે છે (તે) છ8, અટ્ટમ, દામ, દુવાલસ, પાસખમણ ને મા ખમણના લને શત્રુંજયનું સ્મરણ કરતાં ત્રિકરણ શુદ્ધિવાલો પામે છે. ઈત્યાદિ શ્રી સિદ્ધગિરિરાજનું સ્મરણ કરતો બલિંદમરાજા પચ્ચકખાણ આદિ તપ કરે છે. કાલે કરીને મરણ પામી તે રાજા શ્રેષ્ઠ સિંહ નામના નગરમાં સિંહસેન રાજાનો વૈરિસિંહનામે પુત્ર થયો. અનુક્રમે વૈરિસિંહ પિતાનું રાજ્ય પામીને
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy