________________
૫૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
થયેલો શેઠ લક્ષ્મીપુરમાં ભ્રમણ કરતો બુદ્ધિની દુકાનમાં ત્રણ સોનામહોર આપી ત્રણ બુદ્ધિ લીધી. “નીચ એવો પણ નાનો અવસરે માન્ય કરવો." જોયેલું ન જોયેલું કરવું - શુભ કે અશુભકાર્ય તમારે કરવું. અને અજમણ માટે પ્રાર્થના કરાય છતે અવસરે નિચેમાન્ય કરવું” તે પછી શેઠચાલતો લક્ષ્મીપુર પાસે આવ્યો. તેવા પ્રકારની અવસ્થામાં પડેલા શેઠને આવતા જોઈને રાજાએ ઘોડા પરથી ઊતરીને પિતાની જેમ નમન કર્યું. છે. શેઠ! તમે મારા પિતાના સ્થાને છે. એમ બોલતાં રાજાએ લઈ જઈને ભોજન આપી તેનું ગૌરવ (સન્માન) કર્યું. શેઠ પણ રાજાનો આશ્રય કરે છે. રાજા પણ તેનું પાન કરે છે.
નિર્મલ મનવાલા શેઠે ક્લાઘા સહિત પહેલી બુદ્ધિને વખાણી. રાજા કોઈ ઠેકાણે ગયા ત્યારે રાજપનીને પુરોહિત સાથે ભોગસુખમાં આસક્ત સ્પષ્ટ રીતે જોઇ. તે બન્નેએ તે વખતે રોઠને જતો જોયો, જોયેલાને ન જોયેલું કરીને બુદ્ધિને યાદ કરતો ઘેર ગયો, ચક્તિ થયેલી રાજાની પત્ની શેઠને ફૂલની જેમ જુએ છે. નિર્વિકાર એવો શેઠ કુમાર્ગમાં જતો નથી.
એક વખત રાજા આવ્યા ત્યારે રાજપની બોલી. આ શેઠ તમારે પિતાના સ્થાને હંમેશાં વલ્લભ છે. તે શેઠ ભોગને માટે મારા શરીરમાં દૃઢપણે વળગ્યો હતો. તે પતિ ! મારાવડે અત્યંત તિરસ્કાર કરાયેલો તે વખતે તે દૂર થયો. હે પતિ તમારે તે દુષ્ટ શેઠને ગુપ્તપણે મારી નાખવો. તે પછી રાજાએ પોતાના હાથે લેખ લખ્યો કે મંત્રી ! વગર વિચારે આને જલદી મારવો. કારણ કે આ પાપિષ્ઠ – દુષ્ટમનવાલો છે. એ લખીને બંધ કરીને તે વખતે શેઠને આપીને રાજાએ કહ્યું કે તું આ લેખને લ્યાણ ગામમાં મારા મંત્રીને આપ. લેખ લઈને જતા એવા તેને જોઈને પુરોહિતે વિચાર્યું કે આને જમાડવામાં આવે તો મારું કરેલું કોઈ કાણે બોલે નહિ, તે પછી શેઠને બોલાવીને પુરોહિતે આ પ્રમાણે કહ્યું કે હે સ્વચ્છા આજે અહીં જમીને તું જા, તે વખતે શેઠે આ પ્રમાણે કહ્યું. રાજાએ આપેલો આ લેખ જલદી મંત્રીને આપવો જોઈએ. તેથી જમીને ઊભું રહેવું શક્ય નથી. તે પછી પુરોહિતે કહ્યું કે તું અહીં હમણાં જમ. હે વણિક ! મુદ્રિત એવો લેખ જલદી હું સુમતિને આપીશ. તે આ ત્રીજી બુદ્ધિને યાદ કરીને શેઠ જમવા માટે રહ્યો. લેખ લઈને પુરોહિત સુમતિ પાસે ગયો. લેખ આપીને એટલામાં તે ઊભો રહ્યો. સુમતિ મંત્રીવડે તે વંચાયો. એકાંતમાં લઈ જઈને મંત્રીએ તેનું મસ્તક કાપી નાખ્યું. શેઠ જમીને રાજા પાસે આવ્યો. રાજાવડે તે કહેવાયો કે તું લ્યાણ ગામમાં સુમતિ પાસે ગયો નથી? શેઠે કહ્યું કે હું બળાત્કારે જમવા માટે પુરોહિતવડે પોતાના ઘરમાં સ્થાપન કરાયો અને ત્યાં લેખ સહિત પુરોહિત ગયો. રાજા વિચારવા લાગ્યો કે ખરેખર મંત્રીવડે પુરોહિત હણાયો. તે વખતે અકસ્માત હમણાં પુરોહિત મરાયો. તે પછી રાજાવડે હેવાયું કે મારાવ મોક્લાયેલો તું રહ્યો. શેઠે ત્રણ બુદ્ધિ ગ્રહણ કરવાનું ફલ એકી સાથે ક્યું.
તે પછી રાજાવડે તે પ્રિયા પોતાના દેશમાંથી કાઢી મુકાઈ ને સારાઉત્સવપૂર્વક શેઠને મંત્રીઓમાં મુખ્ય ક્ય. અનુક્રમે તે રાજાને પાંચસો હાથી – આઠ લાખ ઘોડાઓ ને કરોડો સેવકો થયા. એક વખત જ્ઞાનમાણિજ્યસૂરિપાસે આ પ્રમાણે શ્રી સિદ્ધગિરિનું માહાસ્ય સાંભળ્યું. હજારો પાપો કરીને, સેંકડો પ્રાણીઓને હણીને આ શ્રી શત્રુંજયને પામીને તિર્યંચો પણ સ્વર્ગમાં ગયાં છે. મોક્ષને આપનાર એવા શત્રુંજ્યનું હૃદયમાં ધ્યાન કરનાર લોકો સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને જલદી મેળવે છે. જે વિમલગિરિ દર્શન કરવાથી પાપને હણે છે, પ્રણામ કરવાથી બે દુર્ગતિને હણે છે, અને જે સંઘપતિ ને અરિહંતપદને કરનારો છે તે જ્ય પામો. ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમ – અભિગ્રહ કરવાથી લાખ પલ્યોપમાં ને માર્ગમાં તેની સન્મુખ) જતાં એક સાગરોપમનાં એઠાં કરાયેલાં દુષ્કર્મ ક્ષય થાય છે.