________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
મચ્છર પાડાનાં શીંગડામાં – સસલું પર્વતમાં – કીડી કાદવમાં, તેમ સારા ચરિત્રવાલા ગુણવાન લોક્ન વિષે કોપપામેલો પણ ચાડિયો શું કરે ? આ પ્રમાણે ભવિષ્યમાં હિતારાક ં એવું પ્રિયાનું વાક્ય સાંભળીને ભીમે વિચાર્યું કે – મારી આ સ્ત્રી ખરેખર ગુણોવડે વખાણવા લાયક છે. કયું છે કે :
પર
ऋतुर्वसन्तः प्रियवादिनी प्रिया, प्रभुर्गुणज्ञो गुणगौरवक्रिया; सुतो विनीतः समये घनाघनः, करोति नो कस्य मुदास्पदं मनः ॥७१॥
H
વસંત ઋતુ – મીઠું બોલનારી પ્રિયા ગુણને જાણનારો એવો સ્વામી – ગુણના ગૌરવની ક્યિા વિનીત એવો પુત્ર – યોગ્ય સમયે વરસાદ – એ કોના મનને હર્ષનું સ્થાન ન થાય ? સ્ત્રીવડે પ્રેરણા કરાયેલો ભીમ પ્રિયાસહિત પોતાના નગર તરફ ચાલતો હર્ષિત ચિત્તવાલો તે પછી પોતાના ગામમાં આવ્યો. બંને સ્ત્રીઓએ પ્રિયાસહિત તેને આવેલો જોઇને તેણીનું અને તેનું આદરસહિત સ્વાગત કર્યું. એકાંતમાં રહેલી તે બન્ને પૂર્વની પત્નીઓએ વિચાર ર્યો કે આપણે બન્નેએ પહેલાં પતિને પોપટ બનાવ્યો હતો. તે વખતે પૃથ્વીપર હણાયો ન હતો. ને પાંજરામાં રહેલો પોપટ ર્યો હતો. ખરેખર આનાવડે આપણાં બન્નેનું પોપટનું કરવું જણાઇ ગયું હશે ? હમણાં આ પતિ પ્રિયાસહિત આવ્યો છે. છલ કરીને આપણાં બન્નેને જ ગુપ્તપણે છલરૂપ થશે. તેથી આપણે બન્નેએ પોતાના જીવિતની રક્ષા માટે હમણાં જ ઉપાય કરવો જોઇએ. કારણ કે પ્રાણો સર્વને પ્રિય હોય છે. યું છે કે :- સર્વે જીવો જીવવા માટે ઇચ્છે છે. મરવા માટે નહિ તેથી ભયંકર એવા પ્રાણવધને નિગ્રંથો વર્તે છે. આ પ્રમાણે વિચારીને બન્નેએ વિનયપૂર્વક કહયું કે – હે પતિ ! તમે સ્નાન કરો. શ્રેષ્ઠ ઉષ્ણજલ ર્યું છે. ત્યારે ભીમ આસનઉપર સ્નાન કરવા માટે બેઠો ત્યારે તે બન્ને સ્ત્રીવડે પાણીથી ભરેલી નીક ઘરની અંદર લવાઇ. તે ભીમ સ્નાન કરતો હતો ત્યારે જેટલામાં પાણીવડે સર્વ ઠેકાણે મસ્તક ભરાઇ ગયું. તે જ વખતે પાણીમાં ડૂબતાં એવા ભીમે જલ્દી સુરસુંદરીને ક્હયું કે હે પત્ની ! હું પાણીમાં ડૂબી ગયો છું. તું પૂર્વે કહેલું જલ્દી કર.
સુરસુંદરીએ કહયું કે હે કાંત ! હે પ્રભુ ! તમે ભય ન કરો. અહીં રહેલી હું તમને પાણીથી રક્ષણ કરવા માટે આપી છે જે દૃષ્ટી જેણે એવી હું રહી છું. ડૂબતાં મનુષ્યને પાણીપોતે ત્રણવખત પોતાની ઉપર નિષ્પાપ કરવા માટે ઉછાળે છે. એવી પ્રસિદ્ધિ છે. પાણીવડે ત્રણ વખત પતિ ઉપર ઉછાળે છતે સુરસુંદરીએ ફૂંડે સમસ્ત પાણીને દૂર કર્યું. દુષ્ટઆશયવાલી તે બંને શોક્યોને બે હુંકારાના અવાજવડે કુબેરશેઠની પુત્રીએ તે વખતે મંત્રથી સમડી બનાવી. તે પછી ત્રણે સ્ત્રીઓની ખરાબચેષ્ટા જાણીને ભીમ વિચારવા લાગ્યો કે મારે અહીં કેમ રહેવું ? આ પ્રમાણે ક્ષણવાર વિચારીને તે ત્રણે સ્ત્રીઓનો ત્યાગ કરી બાહ્યઉધાનમાં સુવ્રતાચાર્ય પાસે ગયો. જ્ઞાની અને દયાળુ આત્મા એવા શ્રી ગુરુએ કૈવલ્યસુખને આપનારો એવો ઉપદેશ તેને આપ્યો. તે આ પ્રમાણે
अशुभं वा शुभं वापि भुज्जानानां हि जीवानां
-
स्वस्व -
-ર્મોદ્યમ્।
कर्त्ता हर्त्ता न कश्चन ।। ९० ।।
-