________________
શ્રી કદંબક નામઉપર ઇન્દ્રશ્રેષ્ઠિની કથા
પ્રગટ થયો. તે વખતે માતા-પિતા સહિત કુબેરપુત્રી હર્ષિત થઇ. તેણીની સાથે હંમેશાં ભોગોને ભોગવતા ભીમવણિકે સસરાના ઘરમાં ઘણોકાલ પસાર કર્યો.
એક વખત એકાંતમાં કુબેરપુત્રીએ પતિને ક્હયું કે સસરાના ઘરમાં રહેલા પુરુષની શોભા થતી નથી. હયું છે કે – ઉત્તમપુરુષો પોતાના ગુણવડે પ્રસિધ્ધ થાય છે. મધ્યમપુરુષો પિતાના ગુણવડે પ્રસિધ્ધ થાય છે. અધમપુરુષો મામાવડે પ્રસિદ્ધ થાય છે. અને સસરાવડે પ્રસિધ્ધ થયેલા અધમાધમ છે. ભીમે ક્હયું કે હે પ્રિયા ! મારા ઘરમાં પહેલાં મારી બન્ને પત્નીઓ છે. ( પણ) તે કપટમાં કુશળ છે. તેથી ત્યાં જવાની મારી ઇચ્છા નથી. સુરસુંદરીએ ક્યું કે હે પતિ ! ક્યારેપણ પુરુષોને કાયરપણું ન કરાય. તેથી તમે અહીં સાહસ કરો.
"
अपमानं पुरस्कृत्य, मानं कृत्वाऽद्यपृष्ठत: । कार्यमुद्धरते प्राज्ञः, कार्यभ्रंशो हि मूर्खता ॥ ६२ ॥ दाषेणैकेन न त्याज्यः, सेवकः सद्गुणोधिपैः । धूमदोष भयाद्वह्नि र्नहि केनाप्यपास्यते ॥ ६३ ॥ अत्याचारमनाचार - मतिनिन्दामतिस्तुतिम् । અતિશૌચમશૌચં ચ, ષડેતે નડવુદ્ઘય: ॥ ૬૪॥ तेजस्विनां मनस्तुङ्गं, नमस्वदन्तदशास्वपि । गच्छतस्तरणेरस्तं, स्फुरमूर्ध्वमरीचयः ||६५||
૫
અપમાનને આગળ કરીને માનને પાછલ કરીને ડાહ્યો માણસ આજે કાર્યનો ઉધ્ધાર કરે છે. કાર્યનો વિનાશ એ મૂર્ખતા છે. અધિપતિઓએ સારાગુણવાલા સેવનો એક ઘેષથી ત્યાગ ન કરવો જોઇએ. ધુમાડાના દોષના ભયથી કોઇ અગ્નિને દૂર કરતો નથી.
અતિઆચાર –અનાચાર –અતિનિંદા –અતિસ્તુતિ – અતિશૌચ અને અશૌચ આ છ (વસ્તુઓ ) જડબુદ્ધિવાલા કરે છે. તો વાયુની જેમ અંતદશામાં પણ તેજસ્વીઓનું મન ઊંચું હોય છે. સૂર્યઅસ્ત થયે છો તેના કિરણો પ્રગટ અને ઊંચા હોય છે. સુરસુંદરીનું હેલું સાંભળીને ભીમે ક્હયું કે – હે પત્ની ! તેં જે કહયું છે તે શ્રેષ્ઠ છે. તે મને ગમે છે. જો તે બન્ને સ્ત્રીઓવડે હું પશુ કરાઇશ તો તે વખતે ત્યાં મારે અને તારે શું કરવું ? સુરસુંદરીએ ક્હયું કે હે પતિ! મને લઈને તું પોતાના ઘરે જા. ત્યાં તને સુખકારી એવું સર્વ સારું હું કરીશ.
હયું છે કે :
महिषविषाणे मशक:, शशकः शैले पिपीलिका पङ्के सच्चरित्रे गुणिनि जने, पिशुनः कुपितोऽपि किं कुरूते ? ।। ६९ ।।