________________
૩૮
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી સહસ્ત્રપત્ર નામ ઉપર સહસ્રપત્ર કુમારની કથા
સહસ્રપત્ર નામના મુનિના કેવલજ્ઞાનના ઉત્સવને કરતાં ઇન્દ્રે તેનું સહસ્રપત્ર એ પ્રમાણે નામ આપ્યું.
રમાપુરનામના નગરમાં મહાજિષ્ણુરાજાને શ્રીમતી નામની પ્રિયા હતી. તેને વિનયવાલો અને પંડિતોમાં ઉત્તમ એવો સહસ્રપત્ર નામે પુત્ર થયો. સભાની અંદર રાજાની આગળ આવીને એતે ચરણોમાં નમસ્કાર કરી એક લેખ આપ્યો. બંધકરેલા લેખને ઉઘાડીને ધીમે ધીમે મંત્રીસહિત એવા તેણે પોતાની જાતે આ પ્રમાણે વાંચ્યો વીરપુરી નામની નગરીમાં ોધની નામનો રાજા એવો હું કન્યાને માટે માઘસુદિ પંચમીના દિવસે શુક્વારે દેદીપ્યમાન શ્રેષ્ઠમંડપ હું જાતે મંડાવીશ – ત્યાં નિર્મલ ચિત્તવાલા તમારે જલદી આવવું. તે વખતે તે લેખ વાંચીને રાજાએ સારાદિવસે સુંદર પરિવાર સહિત પુત્રને મોક્લ્યો. ત્યાં દૂતીએ ઘણાં રાજાના વખાણ ર્યા ત્યારે રાજપુત્રીએ આદરપૂર્વક સહસ્રપત્રને પસંદ કર્યો. (વરી) તે વખતે ત્યાં ર∞, શ્રેષ્ઠ રાજાઓ આવ્યા હતા. તેઓએ તે મહાજિષ્ણુના પુત્ર સહસ્રપત્રને પોતાની એક એક કન્યા આપી. અસંખ્યાત સુવર્ણ – અશ્વ આદિ પામી જિષ્ણુનો પુત્ર સહસ્ત્રપત્ર તેવા પ્રકારની પ્રિયાથી યુક્ત જેટલામાં પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યો. તેટલામાં ત્યાં આવેલા સુવર્ણના કમલપર બેઠેલા મોહમર્દન નામના વલીએ ધર્મદેશના આપી.
क्ष्मा भृद्रङ्ककयोर्मनीषिजड्योनीरोगरोगार्त्तयोः, श्री मद्दुर्गतयोर्बलाबलवतो: सद्रूपनीरुपयोः ; सौभाग्यासुभगत्वसङ्गमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तरं, यत्तत् कर्म्म निबन्धनं तदपि नो जीवं विना युक्तिमत् ॥ १२ ॥
રાજા અને અને ગરીબને વિષે
રંક વિષે – બુધ્ધિમાન ને જડવિષે – નીરોગી અને રોગથી પીડા પામેલાને વિષે – પૈસાદાર બલવાલા અને નિર્બલને વિષે – સુંદરૂપવાલા અને રૂપવગરનાને વિષે – સૌભાગ્યવાલા ને નિર્ભાગીને વિષે મનુષ્યપણું સરખું હોવા છતાં જે આંતરુ છે ( તફાવત છે ) તે કમર્ના કારણે છે. અને તે
કર્મ પણ જીવિના શરીરમાં ઘટતું નથી.
'भवारण्यं भीमं तनुगृहमिदं छिद्रबहुलं, बलीकालश्चौरो नियतमसिता
मोहरजनी ।
गृहीत्वाध्यानासिं विरतिफलकं शीलकवचं समाधानं कृत्वा स्थिरतरदृशो નાપ્રત બના: શા