________________
શ્રી સિદ્ધ પર્વત નામઉપર બે દેવતાની ક્યા
જ્યોતિષ – નિમિત્ત – અક્ષર - કૌતુક – આદેશ અને ભૂતિકર્મ કરવા અને અનુમોદવાવડે સાધુના તપનો ક્ષય થાય છે.
ઊભેલા અથવા સૂતેલા અથવા ઉદ્યમ વગરના પુણ્યશાલી જીવના ઘરમાં જેમ સમુદમાં નદીઓ આવે તેમ તેના ઘરમાં લક્ષ્મી આવે છે. જો તમને આ લોકમાં અને પરલોકમાં સુખની ઇચ્છા હોય તો તમે મોક્ષને આપનારા એવા જૈનધર્મને ભાવથી કરો. તે પછી બન્નેએ કહયું કે અમારા ઘરમાં લક્ષ્મી નથી તેથી કરીને અમારાવડે લક્ષ્મી ધર્મધ્યાનમાં ક્વી રીતે વાપરી શકાય ? ગુરુએ કહયું તો તમે બને બને સંધ્યાએ (સવાર - સાંજ ) પ્રતિક્રમણ કરો અને ત્રણસો નવકાર ગણો. બન્ને ભાઈઓ ગુરુએ કહેલાં ધર્મને કરતાં શ્રી પુંડરીકગિરિ ઉપર શ્રી ઋષભજિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયા. ત્યાં દેવોને નમસ્કાર કરીને ધ્યાન અને મૌનમાં પરાયણ તે બન્ને ભાઈઓ મરીને સાથે પ્રથમ દેવલોકમાં ગયા. તે બન્ને દેવો પોતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણીને શ્રી પુંડરીકગિરિઉપર આવીને જેટલામાં હર્ષપામેલા રહ્યા તેટલામાં રમાનગરીનો સ્વામી મુકુંદરાજા અગણિત સંઘસહિત અરિહંતને નમસ્કાર કરવા માટે આવ્યો. રાજાએ જિનેશ્વરપ્રભુનું સ્નાત્ર કર્યું ત્યારે તે બન્ને દેવોએ જિનેશ્વરને નમસ્કાર કરતાં અપૂર્વ નાટક કર્યું. મુકુંદરાજા વિધિપૂર્વક ધજા સુધીની પૂજા કરીને ક્વલિની પાસે ધર્મ સાંભળવા માટે ગયો. તે વખતે તે બન્ને દેવોએ કહયું કે – અમારા બંનેની મુક્તિ ક્યાં થશે? ક્વલીએ કહયું કે – આ સિધ્ધગિરિઉપર તમારા બંનેનો મોક્ષ થશે. તે પછી બંને દેવોએ કહયું કે – અમારા બંનેના મુક્તિગમનથી દેવોવડે આ સિધ્ધપર્વત એમ કહેવાઓ, તે બન્ને દેવો તે પર્વતપર અરિહંતના ચરણકમલની સેવા કરીને જ્ઞાનીગુરુને નમીને હર્ષિત ચિત્તવાલા સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને તે બંને દેવો મનુષ્યભવ પામીને અનુક્રમે દીક્ષા લઈને સિધ્ધપર્વતઉપર મોક્ષને પામ્યા
આ પ્રમાણે સિમ્પર્વત નામઉપર બે દેવતાઓની કથા સંપૂર્ણ
–
–
–
–
શ્રી સિરાજ નામઉપર-ચંદ્રચૂડ રાજાની કથા
ધર્મપરાયણ એવા ચંદ્રચૂડરાજાએ શ્રી સિધ્ધગિરિની યાત્રાકરીને સુંદર ઉત્સવપૂર્વક (આ ગિરિનું) સિદ્ધરાજ એ પ્રમાણે નામ કર્યું.
ક્લાકેલિ નગરમાં લક્ષ્મીધરરાજાને નિર્મલશિયલને ભજનારી (પાલનારી) લક્ષ્મીવતી નામની પત્ની હતી.