________________
૩૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
अथा नराणां पतिरङ्गनानां, वर्षा नदीनां ऋतुराट् तरूणाम् । सद्धर्मचारी नृपतिः प्रजानां गतं गतं यौवन मानयन्ति ॥ १ ॥
9
પુરુષોને ધન, સ્ત્રીઓને પતિ, નદીઓને વર્ષાઋતુ, વૃક્ષોને ઋતુરાજવસંત, અને પ્રજાઓને સદ્ધર્મચારી એવો રાજા, ગયેલા યૌવનને પાછું લાવે છે.
દુ:ખે કરીને પૂરી કરી શકાય એવી તૃષ્ણારૂપી ઊંડીખાઇ કોનાવડે પૂરી શકાય ? ખાઇ ઘણાં એવા મોટા પૂરણો નાંખવાવડે ખોદાય છે. ધનને વિષે – જીવતરને વિષે ક્યિામાં – અતૃપ્ત એવા સર્વપ્રાણીઓ ગયા છે, જશે અને જાય છે. આવા પ્રકારનું ધન પ્રાપ્ત કરીને પુણ્ય વગરનો ધનદ કોઇ ઠેકાણે ધર્મમાં વાપર્યા વગર અનુક્રમે પ્રથમ નરકમાં ગયો. તે પછી હર ને હરી પિતાનું મૃત્યુકાર્ય કરીને ધનથી વ્યાપાર કરતાં ક્ષણવાર શાંતિ પામતા ન હતા. હર અને હરી જેમ જેમ વ્યાપાર કરે છે. તેમ તેમ ગ્રીષ્મઋતુમાં પાણીની જેમ ધન ખૂટે છે. (ઘટે છે)
(કોઇના વડે નહિ.) જે સ્ત્રીને વિષે – આહારની
के वंका के पधरा, पहा दीहा हुंति नराण । ઇરિસ વિસાય ન માળી, નિગ હિમસફ-અપ્પાrIo0]]
મનુષ્યોને કેટલાક દિવસો વાંકા જાય છે ને કેટલાક દિવસો સીધા જાય છે. માટે આત્માએ પોતાના હ્રદયમાં હર્ષ કે વિષાદ ન લાવવો.
અનુક્રમે તે હર ને હરી બંને ભાઇઓ વૈભવ વગરના થઇ ગયા. તે માટે બંને ભાઇઓ આદરપૂર્વક હંમેશાં જ્યોતિષિઓને પૂછતા હતા. ક્હયું છે કે રોગીઓના મિત્રો વૈદ્યો છે. પૈસાદારોના મિત્રો મીઠું બોલનારા હોય છે. દુ:ખથી બળેલાના મિત્રો મુનિઓ હોય છે. અને જેની સંપત્તિ નાશ પામી છે, તેના મિત્રો જ્યોતિષીઓ હોય છે.
એક્વખત ત્યાં શ્રી ધનેશ્વરસૂરિ આવ્યા. તે બંને ભાઇઓએ તેઓની પાસે જઈને અંજિલ કરીને પૂછ્યું કે તમે જ્યોતિષ જોઇને હો કે અમારા ઘરમાં લક્ષ્મી ક્યારે થશે ? તેમણે તે બંને વણિકને કહ્યું કે મોક્ષના ઇચ્છુક એવા સાધુઓને પાપનોહેતુ હોવાથી જ્યોતિષ – મંત્ર તંત્ર વગેરે જરાપણ કહેવું ૫ે નહિ. કહયું છે કે :
जोइस निमित्त अक्खर कोऊ आएस भूइकम्मेसु । करणाणुमोअणेही साहुस्स तवक्खओ होइ ॥ १६ ॥ कृत पुण्यस्य जीवस्य स्थितस्य शयितस्य वा । अनुद्यमस्य सद्द्वैति लक्ष्मी र्नद्य इवाम्बुधिम् ।।१७।।