________________
૨૮
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી સિદ્ધ શેખર નામઉપર પદ્મભૂપરાજાનીકથા
પદ્મરાજાએ ઘણાં લોકોને સિધ્ધથયેલાં જોઇને જેવીરીતે આ તીર્થનું નામ સિદ્ધશેખર આપ્યું. તે આ પ્રમાણે :– લક્ષ્મીપુરી નગરીમાં ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો લક્ષરાજા મોક્ષસુખને આપનાર જૈનધર્મને કરતો હતો. તે રાજાને લાવણ્યથી શોભતી રામરાજાની સીતા જેવી હંમેશાં શીલનું પાલનકરતી પ્રીતિમતી નામની પ્રિયા હતી. તેને પદ્મકુમાર નામે પુત્ર થયો. મુકુંદ નામનો મંત્રી હતો. તે મંત્રીનો ધરનામનો પુત્ર સર્વશાસ્ત્રનો જાણકાર હતો.
કહ્યું છે કે– વિદ્વાનપણું અને રાજાપણું ક્યારે પણ સરખાં નથી, રાજા પોતાના દેશમાં પૂજાય છે. વિદ્વાન સર્વ ઠેકાણે પૂજાય છે. એક દિવસ મધ્યરાત્રિએ નગરની બહાર સ્ત્રીનું રુદન સાંભળીને પદ્મકુમારે એક્લા ત્યાં જઈને સ્ત્રીપાસે આ પ્રમાણે ક્હયું હે સ્ત્રી ! તું શા માટે રડે છે ? તને હમણાં શું દુ:ખ છે ? સ્ત્રીએ ક્હયું કે હું રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું. હું સર્વવિઘ્ન દૂરકરવાથી રાજ્યનું રક્ષણ કરૂં છું. જે મંત્રીનો પુત્ર પુણ્યવાન ને કામદેવ જેવો છે. તે મંત્રીપુત્ર હણવાની ઇચ્છાવાલા યોગીવડે આ વનમાં લવાયો છે. તેને અગ્નિકુંડમાં નાંખીને જલદી સુવર્ણપુરુષ સાધશે, (બનાવશે )
તેનું રક્ષણ કરનાર જગતમાં હમણાં કોઇ સાહસિક નથી. કે જે મંત્રીશ્વરના પુત્રને કષ્ટમાંથી બચાવે. પદ્મકુમારે ક્હયું કે તે ક્યાં છે ? દેવીએ કહયું કે આ વૃક્ષની આગળ અગ્નિકુંડની પાસે હમણાં યોગિની પાસે છે. તે ધરને યોગીરાજ મજબૂતપણે અગ્નિકુંડની અંદર નાંખીને તે દુષ્ટમનવાલો યોગી સુવર્ણપુરુષ સાધશે. પછી ત્યાં આવીને મંત્રીશ્વરના પુત્રને છોડાવીને દુષ્ટઆશયવાલા યોગીને વેગથી નિકુંડમાં નાંખી દીધો. તે અગ્નિકુંડમાં પડેલો યોગી સુવર્ણ પુરુષ થયો. તેને પાણીવડે છાંટીને – રાજપુત્રે ઠંડો કર્યો. આ તરફ યોગીવડે અપહરણ કરાયેલા મંત્રીપુત્રને અને પોતાના પુત્રને ગયેલા જાણીને મંત્રી સહિત રાજા તે બંનેની તપાસ કરવા માટે ચાલ્યો. આ બાજુ પોતાના પુત્ર અને મંત્રીપુત્રને નહિ જોવાથી રાજા દુ:ખી થયો. કારણકે મહાપુરૂષોને પણ સંસારમાં મોહ એ બંધન છે. રાજાએ પોતાના ઘરે આવીને ગીત ગાન વગેરેનો નિષેધ કરીને કહ્યું કે જે તરત જ પદ્મકુમાર અને મંત્રીપુત્રની ઘરનીશુધ્ધિ -ખબર હેશે તેને વીશ શ્રેષ્ઠ ઘોડાહિત સો ગામ વિલાસ કરતાં સન્માનપૂર્વક હું આપીશ. તેમાં સંશય નથી. હવે લાકડાં વેચનારા કોઇક મનુષ્ય આવીને ક્હયું કે સુવર્ણપુરુષ સહિત તમારો પુત્ર વનમાં જોવાયો છે. રાજા તેને આગળ કરીને જ્યારે નગરમાંથી ચાલ્યો ત્યારે અકસ્માત મંત્રીપુત્ર સહિત પોતાનો પુત્ર માર્ગમાં મળ્યો. સુવર્ણપુરુષ સહિત પુત્રને જોઇને રાજાએ યું કે હે મંત્રીપુત્ર ! પુત્રવડે આ સુવર્ણપુરુષ ક્યાં પ્રાપ્ત કરાયો? તે પછી મંત્રીપુત્રે યોગિની સર્વ ચેષ્ટા કહી. તે પછી રાજા મહોત્સવ સહિત પુત્રને પોતાના ઘેર લઇ ગયો. કાવાહક માણસને રાજાએ પોતે ક્લેલું ધન આપ્યું. મંત્રીપુત્રને
—