________________
શ્રી પુંડરીક ગિરિનામઉપર શ્રી પુંડરીકસ્વામીની કથા
વિહાર ર્યો. શરુઆતમાં શ્રી પુંડરીકે ઋષભદેવ પાસે વ્રતગ્રહણ કરી સમસ્ત ગણધરોમાં પણ મુખ્યપદ પામ્યાં.
શ્રી પુંડરીકે ઘણાં ભવ્યોજીવોને ધર્મને વિષે પ્રતિબોધ કરતાં સતત પોતાના જીવિતના અનેકપૂર્વ પસાર ર્યા. એક વખત પુંડરીકગણધરે શ્રી ઋષભદેવપાસે પ્રશ્ન ર્યો કે હે સ્વામિ ! મારો મોક્ષ ક્યાં થશે ? તે બતાવો. સ્વામીએ કહયું કે સુરાષ્ટ્રદેશમાં તુંગનામે પર્વત છે. ત્યાં તમારું મોક્ષગમન થશે. તેમાં સંશય નથી. પ્રભુનું વચન સારીરીતે સાંભળીને ઘણાં સાધુઓ સહિત – પુંડરીક ગણધર તંગગિરિ (પર્વત) તરફ જવા માટે ચાલ્યાં. સુરાષ્ટ્રદેશમાં પૃથ્વીના આભૂષાણરૂપ રહેલા તુંગપર્વતને જોઇને પુંડરીક ગણધરે ભક્તિથી નમસ્કાર કર્યો. તંગગિરિઉપર ચઢેલા ઘણાં સાધુઓ સહિત પુંડરીકગણધર ઘ્યાન અને મૌનમાં તત્પર થયા. શુધ્ધ ચારિત્રનું પાલન કરતાં એવર્ષસુધી ક્વિાનાસમૂહને કરતાં પુંડરીકગણધરે ભવ્યજનોની આગળ ધર્મોપદેશ આપ્યો.
( અહિં ધર્મોપદેશ ક્લેવો )
તે વખતે પાંચકરોડ શ્રેષ્ઠ સાધુઓ સહિત પુંડરીગણધર ઘ્યાનમાં લીનચિતવાલા થયા. તે વખતે પુંડરીક વગરે સર્વ સાધુઓએ માસક્ષપણ ઉચ્ચરીને ( માસિક સંલેખના કરીને ) શુક્લધ્યાનમાં ચઢેલા અત્યંત શોભવા લાગ્યા. ચૈત્રમાસની પૂર્ણિમાની રાત્રિએ પુંડરીકગણધર કેવલજ્ઞાન પામ્યા. તે પછી બીજા સાધુઓ ક્વલજ્ઞાન પામ્યા. પુંડરીક ગણધર મુક્તિમાં ગયા ત્યારે તેમના મોક્ષગમનનો મહોત્સવ કરીને દેવોએ તે તીર્થનું પુંડરીક એવું નામ આપ્યું. યું છે કે ચૈત્રમાસની પૂર્ણિમા વિષે પાંચકરોડ મુનિઓથી પરિવરેલા નિર્મલયશવાલા પુંડરીક થયા, તે વિમલગિરિતીર્થ યવંતુ વર્તો.
૨૭
ભરત –રાજાએ ત્યાં સેંકડો કોડાકોડી સુવણર્નો વ્યયકરીને સુવર્ણમય મોટું જિનમંદિર કરાવ્યું. અને ત્યાં ભરતરાજાએ પ્રતિષ્ઠાના ઉત્સવપૂર્વક શ્રી ઋષભદેવ જિનેશ્વરનું રત્નમયબિંબ સ્થાપન કર્યું. વળી ભરત રાજાએ ઘણા સુવર્ણ વ્યયકરી બાવીશઅરિહંતોનાં બાવીશ જિનમંદિરો કરાવ્યાં.
પુંડરીક પયન્નામાં યું છે કે :
ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે પ્રથમ ગણધર પુંડરીકને માસક્ષપણવડે પહેલાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને પછી બીજા સાધુઓને ક્વલજ્ઞાનઉત્પન્ન થયું. પુંડરીકગરિ ઉપર દેવતાઓના સમૂહવડે કરાતો કેવલજ્ઞાનનો મહિમા જોઈને ઉત્પન્ન થયું છે જ્ઞાનરુપીરત્નજેઓને એવા તે સર્વ મુનિઓ વલી થયા. દેવતાઓએ સિદ્ધિપામેલા સર્વસાધુઓનો મહિમા ર્યો. અને કેવલજ્ઞાની પુંડરીકમુનિના શરીરની વિધિપૂર્વક પૂજા કરી. તે પછી દેવતાઓ પૂજા કરીને પોતાના સ્થાનમાં ગયા, અને ભરતમહારાજાએ પુંડરીક કેવલીનું જિનભવન કર્યું. પછી દેવોએ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરીકે પર્ષદામાં રહેલાં જિનેશ્વરપ્રભુએ ભવ્યજીવોને કહ્યું કે આ પર્વત પુંડરીક નામે થાય.
શ્રી પુંડરીક ગિરિનામઉપર થી પુંડરીક્સ્પામી કથા સંપૂર્ણ.