________________
૧૪
શ્રી શત્રુંજ્ય નામ પાડનાર –
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
શુક રાજાની કથા
જેમ શુકરાજાએ શ્રીં શત્રુંજય એ પ્રમાણે નામ આપ્યું. તેમ તેની સંક્ષેપથી કથા અહીં મારાવડે કહેવાય છે.
ભલિપુર નામના શ્રેષ્ઠનગરમાં જિતારિરાજાને શ્રેષ્ઠમનવાલી હંસી અને સારસી નામની બે પત્નીઓ હતી. હંસી સ્વભાવથી સરળ હતી. સારસી વચનવાલી હતી. હંસીએ ઉત્તમધર્મથી મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય તેવું કર્મ બાંધ્યું. રાજાએ શત્રુંજયગિરિઉપર યાત્રા કરીને પોતાના ઘરે આવીને મોઢે સુંદર અરિહંત પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. કર્યું છે પુણ્ય જેણે એવા રાજાએ એક વખત મૃત્યુ સમયે પ્રાસાદના શિખરપર બેઠેલા પોપટને જોયો. રાજા શુભધ્યાનથી મરીને ચંદ્રવર નામના જંગલમાં પોપટ થયો, કારણ કે અંતે જેવી બુધ્ધિ હોય તેવી ગતિ થાય. પતિનું મરણકાર્ય કરીને તે બન્ને શ્રેષ્ઠ સ્ત્રીઓ દીક્ષા ગ્રહણ કરીને હંમેશાં તીવ્રતપ કરવા લાગી. તે બંને મરણપામી દેવલોકમાં જઇ અધિજ્ઞાનના બલથી પોતાના પતિને પોપટ તરીકે જાણીને ત્યાં આવી આ પ્રમાણે પ્રગટપણે ક્હયું.
તમે દ્દિલપુર નામના નગરમાં જીતારિ નામે રાજા હતા, એ પ્રમાણે ચરિત્ર પોપટની આગળ અંતસમયે યું.. જો તમે હમણાં અનશન ગ્રહણ કરે તો પોપટના ભવમાંથી દેવલોકમાં દીપ્યમાન રૂપધારી દેવ થશો. પોપટે અનશન ગ્રહણ કરીને મરી તે બન્ને દેવીઓનો પતિ થયો. તે પછી તે બન્ને દેવીઓ અનુક્રમે અવીને મનુષ્યભવ પામી. તે પછી તે બન્ને સ્ત્રીઓ દેવલોકમાં તે આ પોપટનાભવના પૂર્વપુણ્યવડે દેવીઓ થઇ. તે વખતે દેવ હર્ષ પામ્યો. સ્વર્ગમાંથી ચ્યવેલી હંસીંદવી ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં રૂપ ને લાવણ્યવડે સુંદર એવો મૃગધ્વજ રાજા થયો. અને સારસી સ્વર્ગમાંથી ચ્યવેલી ગાગલિ તપસ્વીની અહિંતના ધર્મને કરનારી કમલમાલા નામે પુત્રી થઇ. જિતાદિવે એક વખત જ્ઞાનીની પાસે પૂછ્યું કે મને અરિહંતના ધર્મની પ્રાપ્તિ થશે કે નહિ ? તે હો . વલીએ ક્હયું કે હંસીનો જીવ દેવનગર સરખા ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં મૃગધ્વજ રાજા થયેલ છે. અને સારસીનો જીવરૂપથી દેવીઓને જીતનારી ગાગલી તાપસની કમલમાલા નામે પુત્રી થઇ.
મૃગધ્વજ રાજાનું કમલમાલા સાથે પાણિગ્રહણ થાય ત્યારે હું શુદેવ ! તું એ બન્નેનો પુત્ર થશે. તે વખતે તને નક્કી સર્વજ્ઞના ધર્મની પ્રાપ્તિ થશે. એ સાંભળીને તે દેવ ક્ષણવારમાં પોપટના રૂપને ધારણ કરનારો થયો. જેટલામાં શુદેવ ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ગયો તે વખતે રાજા હર્ષવડે નગરના ઉદ્યાનમાં આમ્રવૃક્ષની નીચે રહયો હતા. અર્ધક્ષણમાં પોતાની સર્વપ્રિયાઓને જોઇને મારા અંત:પુરની સ્ત્રીઓ સરખી કોઇ સ્ત્રી નથી, તેમ હૃદયમાં વિચારવા લાગ્યો. તે વખતે આંબાની શાખાઉપર રહેલા તે દેવપોપટે ક્હયું કે ઉત્તમ મનુષ્યોએ આ