________________
શ્રી મુક્તિનિલય નામ આપનાર વીરસેન રાજાની કથા
જે સિધ્ધગિરિઉપર પૂજા – ધ્યાન અને મૌન કરી જિનેશ્વરોની આરાધના કરે છે, તે જલ્દીથી મોક્ષ નગરીમાં જાય છે. જેણે અનેક કુકર્મો ર્યા છે એવા પણ જીવો શ્રી વિમલગિરિઉપર ધ્યાન અને મૌન આદિ કરતાં સુખપૂર્વક સ્વર્ગઆદિને મેળવે છે. જે કારણથી આ ગિરિઉપર ધ્યાન – મીન – પૂજા અને તપમાં તત્પર એવા અસંખ્ય લોકો મોક્ષમાં ગયા છે, જાય છે. અને જશે. તેથી જ તે સેવનકરવા લાયક છે.
ઈત્યાદિ તીર્થનું માહાસ્ય સાંભળીને વીરસેન રાજાએ ક્યું કે જ્યાં સુધી શ્રી શત્રુંજયગિરિ ઉપર જિનેશ્વરને નમન નહિ કરું ત્યાં સુધી મારે એક જ વખત જમવું . પૃથ્વીતલઉપર સૂવું. શીલવ્રત પાલન કરવું. અને પાન - સોપારી વગેરેનો ત્યાગ કરવો. વીરસેન રાજા ઘણા સંઘને ભેગાં કરીને સારાદિવસે પગલે પગલે ઉત્સવ કરતો માર્ગમાં ચાલવા લાગ્યો. હંમેશાં ઉત્તમ પુરુષોનું ચિત્ત ધર્મ કરવામાં નદીમાં ચાલતાં પાણીની જેમ વૃધ્ધિ પામે છે. નીચ માણસોનું મન હાનિ પામે છે. તીર્થ દ્રષ્ટિમાર્ગમાં આવ્યું ત્યારે સંઘસહિત રાજાએ તે દિવસે ત્યાં રહીને પ્રથમ તીર્થને નમસ્કાર ક્ય અરિહંત પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરીને રાજાએ સંઘની અંદર લાપશી પીરસીને ભક્તિથી સાધુઓને પડિલાવ્યા. સંઘ પગલે પગલે જિનેશ્વર અને ગુરૂના ગીતને ગાતો કર્મને નાશ કરવા માટે પવિત્ર એવા સિદ્ધગિરિતીર્થઉપર ચઢ્યો.
ધૂળરહિત એવા સ્થાને પ્રથમ જિનેશ્વર દેવને પૂજીને સંઘપતિએ યાચકોને મુખે માંગેલું દાન આપ્યું. સ્નાત્ર પૂજા- વ્રજનું દાન વગેરે અનેક કાર્યો કરી– રાજાએ મુખ્ય અરિહંત ભગવાનની પાદુકાઓની ફરીથી પૂજા કરી. રાજાએ રાયણને ત્રણપ્રદક્ષિણા કરી અને શ્રેષ્ઠ અક્ષતવડે ગીતગાન સાથે વધાવી. તે વખતે તીર્થના માહાસ્યથી પાંચ કરોડ સાધુઓએ કેવલજ્ઞાન પામી મોક્ષનગરીને શોભાવી. રાજાએ ત્યાં ઘણા સાધુઓને મુક્તિમાં ગયેલા જોઈને તે તીર્થનું મુક્તિનિલય એવું નામ આપ્યું. તે વખતે બીજા લોકો પણ તે તીર્થનું મોક્ષ આપવાથી મુક્તિનિલયતીર્થ એ નામ કહેવા લાગ્યા. આ પ્રમાણે રાજા વિસ્તારથી યાત્રા કરી પ્રવેશ ઉત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. વીરસેન રાજા હંમેશાં ન્યાયમાર્ગથી પ્રજાનું પાલન કરતો હર્ષવડે દાન-શીલ વગેરે ચારે પ્રકારના ધર્મને કરવા લાગ્યો. વીરરાજાએ મીનક્ત નામના પુત્રને રાજ્ય આપીને ચોથી વયમાં શ્રુતસાગર પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં વીરસેન મુક્તિસુખને આપનારા શ્રી વિમલગિરિતીર્થઉપર ગયા. તે ગિરિ ઉપર સુંદર ધ્યાન કરતા વીરસેન મુનિને લોક અને અલોકને પ્રકાશ કરનારું ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વકર્મનો ક્ષય કરી વીરસેનમુનિ – ઘણા સાધુઓ સહિત – શ્રી વિમલગિરિતીર્થઉપર નિર્વાણ પામ્યા. તપાગચ્છરૂપી આકાશમાં સૂર્યસરખા મુનિસુંદરસૂરીશ્વરના શિષ્ય શુભશીલે આ વૃત્તિ રચી છે.
મુક્તિનિલય નામ ઉપર - વીરસેનરાજાની કથા - સંપૂર્ણ